ઇન્સ્ટાગ્રામ પર થયેલ પ્રેમ ભારે પડ્યો! અમદાવાદના પશ્ચિમ વિસ્તારની એક યુવતી સાથે શું થયું જાણો

યુવતીને ઈનસ્ટાગ્રામ પર મેસેજ કરી યુવકે પ્રેમમાં ભોળી બિભત્સ ફોટા મેળવી લીધા
બિભત્સ ફોટા વહેતા કરવાનું કહીને યુવકે યુવતી પાસેથી રોકડ રૂ.1 લાખ અને 3.20 લાખના દાગીના મેળવી લીધા
પૈસા અને દાગીના મેળવ્યા પછી વધુ પૈસાની માંગણી કરી હેરાન કરતો હોવાથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી
સાઉથ બોપલની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને યુવકે પ્રેમ સબંધમાં ભોળવી હતી. બાદમાં યુવતીના બિભત્સ ફોટા મેળવી લઈને ફોટા વહેતા કરવાની ધમકી આપીને યુવકે રોકડ રૂ.1 લાખ અને રૂ.3.20 લાખના સોનાના દાગીના બળજબરી પૂર્વક મેળવી લીધા હતા. તેમ છતા પણ વધુ પૈસાની માંગણી કરીને યુવક ત્રાસ આપતો હતો. જેથી તંગ આવેલી યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
સાઉથ બોપલમાં રહેતી 22 વર્ષીય યુવતી એક કન્સલટન્સીની ઓફીસમાં એકાઉન્ટને લગતુ કામ કરે છે. ગત 5 એપ્રિલે યુવતી ઘરે હાજર હતી ત્યારે ઈનસ્ટાગ્રામ પર એક યુવકની ફેન્ડ રીકવેસ્ટ આવી હતી. જેથી યુવતીએ રીકવેસ્ટ સ્વીકારી બાદમાં મેસેજો પર વાત થવા લાગી હતી. તે સમયે યુવકે પોતાનું નામ જય નાગોર હોવાનું જણાવ્યુ હતુ. બાદમાં યુવતીને પ્રેમ સબંધમા ભોળવીને યુવતીના બિભત્સ ફોટા મેળવી લીધા હતા. બાદમાં જય નાગોર અવાર નવાર યુવતીને બિભત્સ ફોટા વહેતા કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતો હતો. યુવતીએ ઓનલાઈન રૂ.1 લાખ આપ્યા હતા. બાદમાં યુવતી પાસે પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા જયે બિભત્સ ફોટા સોશિયલ મિડીયામાં વહેતા કરી બદનામ કરી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એટલુ જ નહીં યુવતીને ધમકી આપીને રૂ.3.20 લાખના સોનાના દાગીના પણ બળજબરી પૂર્વક મેળવી લીધા હતા. છેવટે યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. તેમ છતા જય નાગોર અવાર નવાર બીજી આઈડી બનાવી યુવતીને મેસેજ કરીને બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હેરાન કરતો હતો. જેથી તંગ આવેલી યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં જય નાગોર નામના યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.