નરોડા પોલીસે નરાધમ પકડ્યો! બાળકને ચોકલેટની લાલચ આપી બનાવ્યો શિકાર

શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની સામે જ સોસાયટીમાં રહેતા એક બાળકને લલચાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. આ બાળકના પરિવારને ઘટનાની જાણ થતાં જ તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધીને તપાસ કરતાં યોગેશ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી હતી.
બાળકને લાલચ આપી ધાબે લઈ ગયો
પોલીસે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ગઈકાલે સવારે જ્યારે બાળક તેના ઘરેથી રમવા બહાર નીકળ્યુ ત્યારે આરોપી યોગેશે બાળકને તેના અન્ય મિત્રો મારા ઘરે રમે છે આવ તને ચોકલેટ આપુ તેવી લાલચ આપીને ધાબા પર લઈ ગયો હતો અને ત્યાં બાળક સાથે હવસખોરી સંતોષી હતી. પરિવારને આ મામલે ખ્યાલ આવતાં યોગેશ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલતો પોલીસે ફરિયાદના આધારે આરોપી યોગેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એવી પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ અગાઉ અન્ય કોઈ બાળક કે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે કે કેમ?