અમદાવાદ વટવા વિસ્તારમાં પીસીબીનો દરોડો! ઓમ શાંતિ બંગલોઝ માંથી દારૂનો જથ્થો ઝડપાયો, કેવી થશે તપાસ?

કોણ આપી રહ્યું છે બુટલેગરોને છૂટો દોર
સપ્લાયરને કોનો મળે છે સાથ
અમદાવાદ શહેર પોલીસને નવા કમિશ્નર મળતાની સાથે ગુન્હા નિવારણ શાખા દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં વટવા વિસ્તારમાં ચાલતી દારૂની બદીની ચોક્કસ માહિતીના આધારે PCB (ગુન્હા નિવારણ શાખા ) દ્વારા વટવા
કેનાલ પાસે આવેલ ઓમ શાંતિ બંગલોઝના
બંગલા નમ્બર A-2 માં દરોડો પાડ્યો શહેર પોલીસના ગુના નિવારણ શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે વટવા કેનાલ પાસે આવેલ ઓમ બંગલોઝમાં દારૂનો જથ્થો છે. પોલીસની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશ દારૂની 261 બોટલ જેની અંદાજે કિંમત રૂપિયા 4,00,475/- સાથે સાથે 2500/- રૂપિયા રોકડા અને 10,000/- ના મોબાઈલ ફોન પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
સાથે સાથે દારૂના જથ્થા સાથે ખોખરા વિસ્તારના ધીરજ હાઉસીંગમાં રહેતા જીગર કિરીટભાઈ શાહને પણ ઝડપી લેવામાં આવ્યો. જ્યારે દારૂનો જથ્થો લાવી આપનાર વટવા વિસ્તારમાં આવેલ પી.ડી પંડ્યા સ્કૂલની બાજુમાં રહેતા મનીષ બીપીનભાઈ પટેલ ફરાર થઇ ગયો છે.
એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પીસીબી દ્વારા તથા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે દરેક કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. પણ મોટાભાગે તપાસ ગુના સ્થળની સ્થાનિક પોલીસને સોંપવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસકર્મીઓની મિલીભગત પર શુ ઢાંક પીછોડો તો નથી થતો ને..?
સુત્રોનું માનીએ તોમોટાભાગે દરેક વિસ્તારમાં કથિત વહીવટદારો દ્વારા બુટલેગરો સાથે સીધું સેટિંગની વાતો જાણવા મળે છે. ત્યારે આવા દારૂના કેસમાં તટસ્થ તપાસ એજન્સીને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને દારૂનો દારૂ જનતાને ખબર પડે.