ઓપરેશન કલીન અમદાવાદ! પોલીસ કમિશ્નર દ્વારા દારૂબંધી અને જુગરબંધીનો કડક અમલનો તખ્તો તૈયાર


પીસીબી દ્વારા અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી
રેડનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
એસ.આર.પી ને પણ સાથે રાખવામાં આવશે
વહીવટદારો અને બુટલેગરો માં ફફડાટ
આઇપીએસ જી.એસ. મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર બનતાની સાથે માત્ર એક મહિનામાં દારૂબંધી અને જુગારબંધીનાં કડક અમલ કરતા મસમોટા ચમરબંધી બુટલેગરો અને વહીવટદારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. વિશેષ કરીને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં ચાલતા નશા અને જુગારધામો બંધ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છે. કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પણે પાલન થતા નગરજનો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
પોલીસ કમિશ્નર દ્વારા વિશેષ ડ્રાઇવ ઓપરેશન કિલન અમદાવાદ આયોજન
સુત્રોનું માનીએ તો અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા દારૂ-જુગાર ધામો પર અને દારૂ જુગાર ધામ ચલાવતા અસામાજિક તત્વો ને દબોચવા માટે વિશેષ પ્લાન પણ બનાવ્યો છે. ઓપરેશન કિલન અમદાવાદ નું ચોક્કસ વ્યૂહ રચના સાથે કમિશ્નર મલિક દ્વારા પીસીબીની અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી છે. પોલીસ ગુપ્ત રાહે ચોક્કસ માહિતીઓ એકત્ર કરી રહી છે અને હવે ખૂબ ટૂંકા સમયમાં પીસીબી દ્વારા શહેરમાં દારોડાનો દૌર પણ શરૂ કરવામાં આવશે. જેના માટે પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે પીસીબીની ટીમને ખડેપગે તૈયાર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેથી મોટી સંખ્યામાં પોલીસબળ એકત્ર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે એસ.આર.પી.નો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ અમદાવાદ શહેરમાં એક્શન કરશે અને વિશેષ કરીને લાઈવ રેકોર્ડિંગ માટે કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.