અમદાવાદ ખાતે ડૉ કિરીટભાઈ સોલંકીનું તામ્રપત્ર એનાયત કરી જાહેર અભિવાદન કરાયું

અમદાવાદ ખાતે ડૉ કિરીટભાઈ સોલંકીનું તામ્રપત્ર એનાયત કરી જાહેર અભિવાદન કરાયું

0 0
Spread the love

Read Time:5 Minute, 42 Second
અમદાવાદ ખાતે ડૉ કિરીટભાઈ સોલંકીનું તામ્રપત્ર એનાયત કરી જાહેર અભિવાદન કરાયું

અમદાવાદ: ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા ૮ મી જુલાઇ ૧૯૪૫ માં સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સિદ્ધાર્થ કૉલેજના ‘આનંદ ભવન’, ‘બુદ્ધ ભવન’ બિલ્ડીંગના રિનોવેશન માટે તથા ડો. આંબેડકરનાં 1.25 લાખ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન તથા મુંબઈમાં તેમના 350 મીટર ઊંચા સ્ટેચ્યૂનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અનુસૂચિત જાતિ અને જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાવી છે, જેને પગલે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, મુંબઈના ચેરમેન અને ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકરની અધ્યક્ષતામાં સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીનો જાહેર અભિવાદન સમારોહ ચાંદખેડા ખાતે યોજાયો હતો.

પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપિત સિદ્ધાર્થ કોલેજ સહિત “બુદ્ધ ભવન” અને “આનંદ ભવન” હેરિટેજ બિલ્ડિંગના રીનોવેશન તથા ડૉ બાબાસાહેબ આંબેડકરના દ્વારા લખાયેલી નોંધો, લાંબા લખાણો, નોંધો – ટિપ્પણીઓ, બંધારણ ઘડતી વખતે સંદર્ભ માટે ઉપયોગમાં લેવાતા અન્ય દેશોના બંધારણો અને લગભગ 1 લાખ કરતાં પણ વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ તમામનું ડિજિટીલાઈઝેશન તથા મુંબઈ દરિયાકિનારે ડૉ બાબાસાહેબ આંબેડકરના તૈયાર કરવામાં આવી રહેલા ૩૫૦ મીટર ઊંચા સ્ટેચ્યુની સામે સ્મારક તૈયાર થઈ રહ્યું છે તેના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ દ્વારા ડૉ કિરીટ ભાઈ સોલંકી દ્વારા મજૂર થવા પામેલ છે.
આ તમામ મુદ્દાઓ સાથે ડૉ કિરીટભાઇ સોલંકીએ મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જરુરી ગ્રાન્ટ આપવા સરકાર સહમત થયેલ છે..ડૉ કિરીટ ભાઈ સોલંકી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા ડૉ બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર આનંદરાજ આંબેડકર ના અધ્યક્ષ સ્થાને તેમનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ- ચાંદખેડા ખાતે યોજાયેલ અભિવાદન સમારોહ માં ડૉ બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર અને પિપલ્સ એજયુકેશન સોસાયટી ના ચેરમેન આનંદરાજ આંબેડકર એ પિપલ્સ એજયુકેશન સોસાયટી ને કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરાવવા બદલ તામ્રપત્ર આપીને ડૉ કિરીટભાઈ સોલંકીનો આભાર માન્યો હતો
પાટણ જિલ્લાના સમી ગામના વતની ભીખાભાઈ મોતીભાઈ પરમાર બે હેક્ટર જમીન તેમજ ચાણસ્માના વતની તરુણ ચંદ્ર સોલંકી એક વીઘા જમીન પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ભવન બનાવવા માટે આજના દિવસે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન આનંદરાજ યશવંતરાજ આંબેડકરને દાન અર્પણ કરી હતી. આ ઉપરાંત જુદા જુદા સામાજિક સંગઠનનો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મેનેજમેન્ટના ત્રણ સભ્યોએ પણ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ,પૂર્વ મંત્રી ગિરીશ ભાઈ પરમાર, વીરમેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરુણ ભાઇ સોલંકી, અઘ્યાપક મંડળના આગેવાન પ્રો રાજેન્દ્ર જાદવ, ઉત્કર્ષ મંડળના આગેવાન નરેન્દ્ર ભાઇ વોરા , સામાજીક આગેવાન અરુણભાઈ સાધુ , એલ.આઇ.સી એસોસિયેશન, સેન્ટ્રલ બેન્ક ઓફ એસસી એસટી એસોસિયેશન વગેરે જુદી જુદી કર્મચારી/સામાજીક આગેવાનોએ કિરીટ સોલંકીનું અભિવાદન કર્યુ હતુ…
સ્વાગત પ્રવચન નિવૃત આઈ. એ.એસ આર.એમ. જાદવ કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સુંદર સંચાલન નિવૃત નાયબ નિયામકશ્રી અનુસૂચિત કલ્યાણ પી.બી. શ્રીમાળીએ કરેલ જ્યારે આભાર વિધિ પાટણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર રાજેન્દ્રભાઈ હિરવાણીયા એ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ક્રિસમસની અનોખી ઉજવણી! કેક કોમ્પીટીશન સાથે આત્મનિર્ભર મહિલાઓ

ક્રિસમસની અનોખી ઉજવણી! કેક કોમ્પીટીશન સાથે આત્મનિર્ભર મહિલાઓ

અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ ૨.૦નો શાનદાર પ્રારંભ કરવતા મુખ્યમંત્રી

અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ ૨.૦નો શાનદાર પ્રારંભ કરવતા મુખ્યમંત્રી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.