RTI નો સંતોષકારક જવાબ નહિ પણ Activist ને ધમકી મળ્યાનો આક્ષેપ…
R.M.O ઓફિસમાં મળી ધમકી..
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અનેક સકારાત્મક પ્રવૃતિઓ થાય છે અને The Mobile News દ્વારા કાબીલેતારીફ કામગીરી વાંચકો સુધી પહોંચાડે પણ છે. પણ આજે વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ નકારાત્મક પ્રવૃત્તિની જે સિવિલ હોસ્પિટલમાં સારી કામગીરી પર ગંદુ પાણી ફેરવતી હોય તેવી લાગી રહી છે.
અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ખુશાલ વર્મા નામના એક આરટીઆઇ એક્ટિવિસ્ટને અમદાવાદ સિવિલ હોસ્પિટલ RMO ઓફિસની અંદર સિવિલ હોસ્પિટલના કર્મચારી જૈમીન બારોટ દ્વારા ધાક ધમકી આપવામાં આવ્યા હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપી છે.
ખુશાલ વર્માની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા MPHW મેલેરિયા ખાતાના કર્મચારી જૈમીન બારોટની સરકારી રેકોર્ડની માહિતીની માંગણી કરી હતી જેની માહિતી અધિકારીએ માહિતી અધૂરી અને અપૂરતી માહિતી આપેલ હોય ખુશાલ વર્મા દ્વારા પ્રથમ અપીલ દાખલ કરી હતી.
તારીખ 10મી જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવેલ રૂમ નમ્બર 15 RMO ઓફિસમાં જ્યારે અપીલની સુનાવણી ચાલુ હતી તે દરમ્યાન જૈમીન બારોટ RMO ઓફિસમાં હાજર હોય RTI Activist ખુશાલ વર્માએ જણાવ્યું કે RTI અપીલમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ જવાબદાર અધિકારી સિવાય અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ હાજરના હોવા જોઈએ. તેવી માંગણી ખુશાલ વર્મા દ્વારા કરવામાં આવતા કર્મચારી જૈમીન બારોટ ઉગ્ર થઈ ગયા હતા અને RTI Activist ખુશાલ વર્મા અને કર્મચારી જૈમીન બારોટ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
RTI Activist ખુશાલ વર્માએ પોતાની અરજીમાં જણાવ્યું કે RTI અપીલ દરમ્યાન અપીલ અધિકારીએ જૈમીન બારોટને નિયમ વિરુદ્ધ હાજર રાખ્યા હતા. જે બાબતે રજુઆત કરતા જૈમીન બારોટને અપીલ રૂમમાંથી બહાર નીકળવાની ફરજ થઈ હતી. જેથી જૈમીન બારોટ ઉશ્કેરાઈ ગયા હતા અને અરજદાર ખુશાલ વર્માને ધમકી આપેલ કે ઠેકાણે લગાવી દઈશ અને તમારા વિરુદ્ધ ખોટા કેસ કરાવીને ફસાવી દઈશ. જે સમગ્ર ઘટના એપ્લેટ અધિકારી અલ્પાબેન ફળિયાની અને હાજર રહેલા માહિતી અધિકારીઓની હાજરીમાં ધમકી આપવામાં આવેલ હતી.
RTI Activist ખુશાલ વર્માએ ન્યાયની માંગ સાથે શાહીબાગ પોલીસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને આરોગ્ય વિભાગમાં પણ અરજી કરી છે અને ઘટનાના સમયના CCTV ફૂટેજ મેળવી યોગ્ય કાર્યવાહી ની માંગ કરી છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂપે આપેલ અરજીમાં RTI Activist ખુશાલ વર્માએ જણાવ્યું છે કે, જૈમીન બારોટ તથા તેમની સાથે આવેલ સાગરીતો માથાભારે છે અને અમારી ઉંપર જાનલેવા હુમલો કે જાનમાલને નુકશાન પહોંચાડે તેવી દહેશત છે. તેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
એક તરફ RTI Act ને લઈને લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો સીધા તંત્રને સવાલ કરી શકે છે અને માહિતી પણ માંગી શકે છે. ત્યારે બીજી તરફ RTI Act ના દૂર ઉપયોગની થતા હોવાની વાત ઘણી વખત બહાર આવે છે. ત્યારે RTI Activist ખુશાલ વર્મા દ્વારા જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તે બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.