Read Time:1 Minute, 2 Second

દશેલા ગામની યુવતી ક્રિષ્ના ચૌધરીની ગુજરાત મહિલા અપર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા ખૂબ ખૂબ અભિનંદનનો વરસાદ
ગાંધીનગર તાલુકાના દશેલા ગામની યુવતી ક્રિષ્ના ચૌધરી ની ગુજરાત ની મહિલા અપર 23 ક્રિકેટ ટીમમાં આજરોજ પસંદગી થઈ છે ગાંધીનગર જિલ્લા સાથે ચૌધરી સમાજને પણ ગૌરવ અપાવનાર ક્રિષ્ના હિતેશભાઈ ચૌધરી અમદાવાદ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે ક્રિષ્ના ચૌધરી ગુજરાત મહિલા અપર 23 ટીમમાં સારો દેખાવ તેમજ અથાગ મહેનત કરી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને આઈપીએલ ની ટીમમાં સ્થાન મેળવી રમવાની ઈચ્છા ધરાવે છે. ક્રિષ્ના ચૌધરી સમાજના આગેવાન શ્રી બાબુભાઈ ચૌધરી ની પૌત્રી છે.
