૧૬ માં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ દેશોના તબીબો જોડાયા
નેપાળ, બાંગ્લાદેશ, કેન્યાના દર્દીઓ ઉપરાંત ભારતના ૧૫ રાજ્યોના બાળકોની આ જટીલ સર્જરી વર્કશોપમાં કરાશે
પેશાબની કોથળીમાં જન્મજાત ખામી ધરાવતા બાળકો પર કરવામાં આવતી આ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી ૭ થી ૮ કલાક ચાલે છે
ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડીસીટીમા છેલ્લા ૧૬ વર્ષથી ઈંડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે.
એવા બાળકો કે જેઓને જન્મજાત પેશાબની કોથળીમા લીકેજની સમસ્યા હોય તેઓ આ પ્રકારના બાળકોની અત્યંત જટિલ સર્જરી આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ ના પ્રારંભે યોજાયેલ બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ જેટલા વિવિધ દેશોમાંથી નિષ્ણાત તબીબો આવ્યા છે. જેમાં USA, Qatar,Israel, Canada, Philippines, Colombia, Lebanon, Uzbekistan, Kazakhstan, Argentina, Ghana, Estonia, Kenya, Ethiopia અને India ના તબીબોનો સમાવેશ થાય છે.
નેપાળ કેન્યા બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના ૧૫ રાજ્યોમાંથી આવેલા બાળકોની આ બ્લેડર એસ્ટ્રોપીની સમસ્યા આ વર્કશોપ માં દૂર કરવામાં આવશે. અત્રે નોંધનીય બાબત એ પણ છે કે ,આ બ્લેડર રેસ્ટોફીની સર્જરી અંદાજિત સાત થી ૮ કલાક ચાલતી હોય છે.
આમ લગભગ ૧૬૦ જેટલા બાળકોને આ વર્કશોપ માં એક્ઝામ કરવામાં આવશે . તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવશે.