અમદાવાદ એરપોર્ટમાં રિક્ષાની એન્ટ્રી જ બંધ કરી દેવાઈ
મુસાફરોને હવે કેબ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો આધાર
ડોમેસ્ટિક ટર્મિનલમાં એરપોર્ટ સુરક્ષાકર્મીઓ-પોલીસ અને રીક્ષાચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી
વાયરલ વિડિયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી મુસાફરો માટે અચોક્કસ મુદ્દત સુધી રીક્ષા બંધ કરી દેવામાં આવી છે. જેના પગલે મુસાફરોએ હવે એપ આધારીત કેબ સર્વિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ પર મદાર રાખવો પડશે.
ગુરુવારે મોડી રાત્રે ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે રીક્ષાચાલકો અને એરપોર્ટના સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતાં પોલીસ પણ આવી હતી. જોકે, આ વાત વધુ વણસી હતી. આખરે એરપોર્ટથી રીક્ષા સેવા જ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
એરપોર્ટના સૂત્રોના દાવા અનુસાર રીક્ષાચાલકોને કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેમને ટર્મિનલથી દૂર ઉભા રહેવા માટે અપીલ કરી હતી. આમ છતાં તેઓ ગણકારતાં નહોતા. ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટમાં રીક્ષાની અવર-જવર પર પ્રતિબંધ છે.