ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી

0 0
Spread the love

Read Time:2 Minute, 29 Second

સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી લંબાવીને ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતકારી નિર્ણય કર્યો છે.

વધુને વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. 30 સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં ૬૧,૩૧૦ જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે.

એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે.

આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકોએ પોલીસકર્મીને ઘેરી લીધો અને છૂટાહાથની મારામારી કરી! જુઓ વિડિયો થયો વાયરલ

અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકોએ પોલીસકર્મીને ઘેરી લીધો અને છૂટાહાથની મારામારી કરી! જુઓ વિડિયો થયો વાયરલ

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.