• ફિલ્મની ટીમ બની અમદાવાદની મહેમાન
અમદાવાદમાં આજે સેરોગસી ફિલ્મના કલાકારો સહિતની સમગ્ર ટીમ મહેમાન બની. વર્ષોથી ફિલ્મોમાં સેરોગસીનાં મુદ્દો પટકથાઓ થી દુર રહ્યો છે ત્યારે સેરોગસી વિષય ઉપર સાહસ સાથે ફિલ્મનું નિર્માણ પણ થયું અને હવે ફિલ્મ રિલીઝ પણ થશે.
સેરોગસી પર આધારિત હિન્દી ફિલ્મ ‘દુકાન’ 5મી એપ્રિલ, 2024ના રોજ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને સિદ્ધાર્થ અને ગરિમાએ સંયુક્ત રીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ દ્વારા બંને ડાયરેક્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે.
આ ફિલ્મ સિદ્ધાર્થ અને ગરિમા ઉપરાંત અમર ઝુનઝુનવાલા અને શિખા આહલુવાલિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. રામલીલા, કબીર સિંહ અને અનિમલ જેવી સુપરહિટ ફિલ્મોના લેખક સિદ્ધાર્થ સિંહ એ આ ફિલ્મનું લેખનકાર્ય સંભાળ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. વિવિધ સત્ય ઘટનાઓ પર આધારિત અને અલગ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ લોકોને જરૂર પસંદ પડશે.
આ ફિલ્મમાં મોનિકા પંવાર, સિકંદર ખેર, સોહમ મજુમદાર અને મોનાલી ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના અભિનેતા સોહમ મજુમદાર, રાઇટર- ડિરેક્ટર સિદ્ધાર્થ સિંહ, અન્ય ડિરેક્ટર ગરિમા વહાલ તથા પ્રોડ્યુસર્સ અમર અને શીખા સહીત ગાયક ઓસમાણ મીર તથા ગુજરાતના પ્રખ્યાત ગાયનોકોલોજીસ્ટ ડૉ. નયના પટેલ અમદાવાદના મહેમાન બન્યા હતા.
ફિલ્મમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે. તેનું શૂટિંગ ગુજરાતના આણંદના વસુ ગામમાં થયું છે. ‘દુકાન’ જાસ્મિન (મોનિકા પંવાર દ્વારા ભજવાયેલ)ની કરુણ વાર્તા રજૂ કરે છે, જે એક સરોગેટ માતા તરીકે હિંમતવાન પ્રવાસ શરૂ કરતી એક યુવતી છે. જાસ્મિનના જીવનના વર્ણન દ્વારા, આ ફિલ્મ ગૌરવ, પસંદગીની સ્વતંત્રતા અને વ્યવસાયિક સરોગસીમાં રોકાયેલી મહિલાઓની સ્વાયત્તતાના નિર્ણાયક વિષયોનું વર્ણન કરે છે.
આ હિન્દી સિનેમામાં ભાગ્યે જ શોધાયેલો વિષય છે. આ મૂવી સેરોગટ માતાના દૃષ્ટિકોણથી છે અને આ મૂવી દ્વારા અમે સમાજના વિશેષાધિકૃત અને વંચિત વર્ગો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માંગીએ છીએ. આ ફિલ્મ માટે અમે ઘણું રિસર્ચ કર્યું છે. ગુજરાતનું એક નાનકડું ગામ છે, જ્યાં મહિલાઓએ શેર કર્યું કે ત્યાં લાંબા સમયથી સરોગસી પ્રચલિત છે. અમે એવી મહિલાઓને પણ મળ્યા, જેમણે ચારથી પાંચ વખત સેરોગસી દ્વારા બાળકોને જન્મ આપ્યો છે. આ ફિલ્મના વિષયને લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે ખૂબ જ મહેનત કરી છે.”
એ ઝુનઝુનવાલા અને એસ કે આહલુવાલિયાના વેવબેન્ડ પ્રોડક્શન્સ અને સિદ્ધાર્થ ગરિમાના કલમકાર પિક્ચર પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ આ વર્ષે 5 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.
Trailer link- https://bit.ly/DukaanOfficialTrailer