અલગ અલગ એરપોર્ટ પર ફ્લાઇટ ટિકિટ માટે રૂપિયા ઉઘરાવી કરતો ઠગાઈ
અમદાવાદ: ગોલ માલ હૈં ભાઈ સબ ગોલમાલ હૈ, છેતરપિંડીનો એક અનોખો કિસ્સો અમદાવાદ એરપોર્ટ ખાતે જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટ પર CISF દ્રારા એક એવા વ્યક્તિની અટકાયત કરી જે, મદદ ના બહાને એક બે રૂપિયા નહિ પરંતુ હજારો રૂપિયા નું ચીટીંગ કરતો હતો.
આંધ્રપ્રદેશના મોડેલા વેંકટ નામનો ૨૩ વર્ષીય યુવક પોતાને સ્ટુડન્ટ બતાવતો હતો અને ફ્લાઇટ મિસ થઈ ગઈ અને બીજી ફલાઇટની ટિકિટ માટે મદદ ના નામે ઠગાઈ કરતો હતો.
દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા એરપોર્ટ પર અગાઉ આ હવાઈ ઠગ દ્વારા અલગ અલગ પેસેન્જર સાથે આ ફ્લાઈંગ ચીટર મોડેલા વેન્કટ દ્વારા થયેલ ચીટીંગની ફરિયાદ ના આધારે CIW ટીમ દ્વારા કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને CASO ASG અમદાવાદ સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા હતા. CASO, ASG અમદાવાદની સૂચના મુજબ તમામ સિસ્ટર એજન્સીઓ અને CIW સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા પ્રદાન કરતી CISF એજન્સી, દ્વારા આ હવાઈ ઠગને ઝડપી પાડી અટકાયત કરવામાં આવી અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પૂછપરછ માં જાણવા મળ્યું કે વેકન્ટ હવાઈ મુસાફરીના મોજશોખ ને પૂરા કરવા માટે પોતાના સોફ્ટ ટાર્ગેટ એરપોર્ટ પરના મુસાફરો ને બનાવતો અને પોતે વિદ્યાર્થી છે અને તેની ફ્લાઇટ ચૂકી ગયો છે તેમ જણાવી લોકો પાસેથી મસમોટી રકમની ઠગાઈ કરતો હતો.