
• ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર: દરરોજ ક્યાંકથી ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.: ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત
• રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી: એક લાખની જન સંખ્યા માટે માત્ર ૧૨૭ પોલીસકર્મી
• છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા:.
અમદવાદઃ રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે. પરતું પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર આક્ષેપ કર્યો કે, ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. દરરોજ ક્યાંક ને ક્યાંકથી ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત છે.
ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં બમણી ઘૂસણખોરી થાય છે. પરંતુ હવે દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. કારણ કે હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે.
રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૯૩૭૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે.
નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
છેલ્લા ૬ મહિનામાં ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સ

૧૭ જાન્યુઆરી ૨૪ અમદાવાદ કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ૫૦ કિલો ૨૫ કરોડ કિંમત
૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ વેરાવળ બંદરે ૫૦ કિલોથી વધુ ૩૫૦ કરોડ કિંમત
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ પોરબંદરના મધદરિયે ૩૩૦૦ કિલો ૨૦૦૦ કરોડ કિંમત
૧૨ માર્ચ ૨૦૨૪ પોરબંદર સમુદ્ર કિનારે ૭૦થી ૮૦ પેકેટ ૪૫૦ કરોડ કિંમત
૨૮ એપ્રિલ ૨૦૨૪ પોરબંદર પાસે અરબી સમૃદ્રમાં ૮૬ કિલો ૬૦૦ કરોડની કિંમત
૨૯ એપ્રિલ ૨૦૨૪ અરબી સમુદ્ર ૧૭૬ કિલો ૬૦ કરોડ કિંમત
૨૦ જુન ૨૦૨૪ કચ્છ ક્રિક ૧૯ પેકેટ ૧૫૦ કરોડ
૨૧ જુન ૨૦૨૪ કચ્છના જખૌ ૨૭ પેકેટ ડ્રગ્સ
પોરબંદર પાસે ૧૭૩ કિલો ડ્રગ્સ
૨૨ જુન ૨૦૨૪ અમદાવાદ અને કચ્છ અમદાવાદથી ૩.૫૦ કરોડ અને કચ્છથી ૫ કરોડનું ડ્રગ્સ
માત્ર જુનમહિનાના ૧૨ દિવસમાં ચરસના ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પાસેથી મળેલા ડ્રગ્સના પેકેટ મળ્યા

૮-૬ રોડાસર ૨
૯-૬ કડુલી ૧૦
૧૧-૬ સિંધોડી ૯
૧૩-૬ ખીદરતપીર ૧૦
૧૪-૬ ધોળુંપીર ૧૦
૧૪-૬ રોડાસર ૧૦
૧૫-૬ લુણા બેટ ૧૦
૧૬-૬ ખીદરતટાપુ ૧૦
૧૬-૬ કોટેશ્વર ૧
૧૭-૬ પિંગલેશ્વર ૧૦
૧૭-૬ ખીદરતટાપુ ૧૦
૧૭-૬ બાંભડાઈ ૪૦
૧૭-૬ કુંડીબેટ ૧૯
૧૮-૬ પિંગલેશ્વર ૧૦
૧૮-૬ શેખરણ પીર ૨૧
૧૯-૬ જખૌ ૬૦
કુલ : ૨૪૨