અમદાવાદઃ વિદેશ જવાની ઘેલછા આપણા રાજ્યમાં વધતી જઈ રહી છે. યેનકેન પ્રકારે લોકો વિદેશમાં સ્થાહી થવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે વડોદરાની એક મહિલાને ઈમિગ્રેશન અધિકારીઓએ પકડી પાડી હતી. મહિલાએ અનોખી લંડન જવા અનોખી રીત અપનાવી હતી પણ ઝડપાઈ ગઈ.
મહિલા લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવા માટે બનાવટી ભારતીય પાસપોર્ટ અને અન્ય બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણીએ તેના કાલ્પનિક પોર્ટુગીઝ રાષ્ટ્રીય પતિના નામે આશ્રિત વિઝાના આધારે સ્થળાંતર કરવાનો ઇરાદો રાખ્યો હતો.
વડોદરાની 22 વર્ષીય બંશી રમેશભાઈ સવાણીયાએ ઈમિગ્રેશન ઓફિસર સમક્ષ પોતાની જાતને બંશી રામભાઈ મોઢવાડિયા તરીકે રજૂ કરી હતી. સવાણીયાએ નકલી આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને ધારેલા નામનો પાસપોર્ટ આપ્યો હતો.
જ્યારે બંશીને તેના પિતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેણીએ બનાવટી જન્મ અને લગ્ન પ્રમાણપત્રો આપ્યા, જે તાજેતરમાં વલસાડના ઉમ્બરગાંવમાં ગ્રામ પંચાયત દ્વારા જારી કરવામાં આવ્યા હતા. ત્યારપછી શંકાને કારણે આ કેસ વિંગ ઈન્ચાર્જને સોંપવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, બંશીને તેના દ્વારા જાહેર કરવામાં આવેલ પતિ અને સાસરિયાઓ વિશે પૂરતી વિગતો આપી શકી ન હતી. તેણીએ આખરે યુકેના આશ્રિત વિઝા માટે સગવડતાના લગ્નની કબૂલાત કરી અને તેણીની સાચી ઓળખ જાહેર કરી. અધિકારીઓને તેની બંશી રમેશભાઈ સવાણીયા તરીકેની વાસ્તવિક ઓળખને સમર્થન આપતી વધારાની માર્કશીટ મળી.
એરપોર્ટ સત્તાવાળાઓએ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સવાણીયાને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી હતી. આ કેસ આઈપીસી કલમ 406, 465, 467, 468, 471 અને પાસપોર્ટ એક્ટ કલમ 12(2) હેઠળ ધારવામાં આવેલી ઓળખ અને પિતૃત્વ સાથે છેતરપિંડીથી મેળવેલ ભારતીય પાસપોર્ટ (FOIP) રજૂ કરવા માટે નોંધાયેલ છે.