– વર્દીના નશામાં અને રોફના તેવરમાં ભાન ભૂલેલા ઘાટલોડિયા પીઆઇ વી.ડી. મોરી વિરૂધ્ધ હવે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, મુખ્યમંત્રી સહિત સરકારમાં કન્ટેમ્પ્ટને લઇ તજવીજ
– લકઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને ખુદ હાઇકોર્ટના ચુકાદાને ઘોળીને પી જઇ મેમનગર વિસ્તારમાં જાહેરમાર્ગ-ફુટપાથ પર લક્ઝરી બસોને પાર્કિંગ અને પ્રવેશની અદાલતી અવમાનનાભરી પ્રવૃત્તિ ખુદ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીની રહેમનજર હેઠળ ફુલીફાલી – પોલીસની છાપ ખરડાઇ
– પીઆઇ વી.ડી.મોરીનું હાઇકોર્ટના ચુકાદા પરત્વે ધ્યાન દોરાતાં મોરીએ હાઇકોર્ટના હુકમની ઐસી-તૈસી કરી થાય એ કરી લો અને બદલી કરવી હોય તો કરાવી દો એવી ઉધ્ધતાઇ સાથે હાઇકોર્ટના ચુકાદાને પણ માનવાનો ઇન્કાર કર્યો
– આવા ઉધ્ધત અને વર્દીના નશામાં ચૂર બની પોલીસ તંત્રની છાપ ખરડનારા અને હાઇકોર્ટના ચુકાદાની ક્રૂર મજાક બનાવનારા પીઆઇ વી.ડી.મોરીની સસ્પેન્ડ નહી પરંતુ હકાલપટ્ટી કરી દાખલો બેસાડવા સ્થાનિકોમાં માંગ
અમદાવાદ,
શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલ વાળા રોડ પર લક્ઝરી બસોને ગેરકાયદે રીતે પાર્કિંગ અને પ્રવેશ કરવા દઇ ખુદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાની ધજ્જિયાં ઉડાવનાર અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસના ચુકાદાની સરેઆમ અવહેલના કરનાર ઘાટલોડિયા પોલીસ મથકના પીઆઇ વી.ડી.મોરી વિરૂધ્ધ હવે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, ગુજરાત હાઇકોર્ટ, મુખ્યમંત્રી અને સરકાર સહિતના સત્તાવાળાઓ સમક્ષ અદાલતી તિરસ્કાર સહિતની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઇ છે. ખુદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં જ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરી દ્વારા પોલીસ તંત્રની છાપ ખરડાય તે રીતે કાયદાના રક્ષક દ્વારા જ કાયદાની જોગવાઇઓ અને હાઇકોર્ટના હુકમની ક્રૂર મજાક બનાવી દેવામાં આવતાં સ્થાનિક લોકોમાં પણ મોરીની ઉધ્ધતાઇ અને અદાલતી અવમાનના વર્તનને લઇ ઉગ્ર રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને આવા કાયદાની મજાક બનાવનારા પીઆઇ વી.ડી.મોરીને સસ્પેન્ડ નહી પરંતુ હકાલપટ્ટી કરી પોલીસ તંત્રમાં શિસ્ત અને હાઇકોર્ટના ચુકાદાની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જાળવવા દાખલો બેસાડવા ઉગ્ર માંગણી ઉઠી છે.
શહેરના માર્ગો અને ફુટપાથ લોકોના ચાલવા માટે અને વાહનચાલકોના સુચારુ વાહનવ્યવહાર માટે છે ખુદ ગુજરાત હાઇકો્ર્ટ અને સુપ્રીમકોર્ટે તેના સંબંધિત ચુકાદાઓ મારફતે આ બાબત સ્પષ્ટ કરેલી છે અને આ સમગ્ર મામલે મહત્ત્વના નિર્દેશો પણ જારી કરેલા છે પરંતુ વર્દીના મદમાં ચૂર બનેલા પીઆઇ વી.ડી.મોરીને તો જાણે આ બધા નિર્દેશોને ઘોળીને પી ગયા છે અને વર્દીનો નશો એવો તો માથે ચડયો છે કે, ખુદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને હાઇકોર્ટના ચુકાદાને પણ ગણકારતા નથી, આવા પોલીસ અધિકારીઓ પરત્વે રાજય ન્યાયતંત્રએ પણ સુઓમોટો કાર્યવાહી કરવી જોઇએ અને દાખલો બેસાડવો જોઇએ તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. કારણ કે, જો આવા પોલીસ અધિકારીઓ શહેર પોલીસ કમિશનર અને ગુજરાત હાઇકોર્ટ તેમ જ તેના ચુકાદાને ના ગણતા હોય તો સામાન્ય પબ્લીકની શુંં હાલત થતી હશે બહુ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન છે.
અમદાવાદ શહેરમાં સવારે ૮-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી લક્ઝરી બસો અને ભારે વાહનો પર ખુદ ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવેલો હોવાછતાં અને આ પ્રતિબંધ લાદતુ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હાઇકોર્ટે બહાલ રાખ્યા છતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની અને પોલીસ કમિશનરના આ જાહેરનામાની ઐસી-તૈસી કરી બિન્દાસ્ત રીતે શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલ વાળા રોડ પર લક્ઝરી બસોને ગેરકાયદે રીતે પાર્કિંગ કરવા દેવાય છે. ગુજરાતના હાઇકોર્ટના ચુકાદાના અદાલતી તિરસ્કાર સમાન લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને પાર્કિંગનું કૃત્ય અન્ય કોઇ નહી પરંતુ ખુદ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે. જયારે આ સમગ્ર મામલે પીઆઇ મોરીનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની કે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાની ખબર જ નહોતી. તેમણે ભારે ઉધ્ધતાઇપૂર્વક જણાવ્યું કે, થાય એ કરી લો, મારી બદલી કરાવવી હોય તો બદલી કરાવી દો પણ લક્ઝરી બસો તો પાર્ક થશે જ. જેને લઇને પીઆઇ વિરૃધ્ધ ઉચ્ચ સત્તાધીશો સમક્ષ રજૂઆત-ફરિયાદ થઇ છે.
શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલ-પટેલ કન્યા છાત્રાલયવાળા રોડ પર આમ તો છેલ્લા પાંચ-સાત વર્ષથી બહુ ભયંકર ન્યુસન્સ અને ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે, જેને લઇ સ્થાનિક લોકો પણ ત્રાહિમામ્ પોકારી ગયા છે. એઇસી બ્રિજથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ અને ત્યાંથી સમર્થ સોસાયટી-એલાઇટ સર્કલ સુધીના પટ્ટામાં રાત્રિના સમયે લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં કેક કાપવી, કન્યા છાત્રાલયની છોકરીઓની છેડતી, લક્ઝરી બસો-ઓલા-ઉબેરના ગેરકાયદે પાર્કિંગ, સુપ્રીમકોર્ટના ચુકાદાનો ભંગ કરી જાહેરમાં ફટાકડા ફોડવા, લારી-પાથરણવાળાઓની દાદાગીરી અને હુમલાઓ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં નોંધાયેલા છે., જેને લઇ અગાઉ તત્કાલીન કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્થાનિકોની રજૂઆતને પગલે લોકોના જાન-માલની સુરક્ષા અને આ વિસ્તારના ભયંકર ન્યુસન્સને નાથવા વિશેષરૃપે પોલીસ પોઇન્ટ પણ બેસાડયો હતો. જો કે, પોલીસ પોઇન્ટ હોવાછતાં ઉપરોકત સમસ્યાઓ અને ફરિયાદો ચાલુ જ છે.
જો કે, ઘાટલોડિયા પોલીસમથકના અગાઉના પીઆઇ આર.જે.ચૌધરીએ જોરદાર સપાટો બોલાવી તોફાની અને ન્યુસન્સ કરતાં તત્વોને કાબૂમાં રાખ્યા હતા અને પબ્લીક ન્યુસન્સ બંધ કરાવ્યું હતું. જો કે, પીઆઇ આર.જે.ચૌધરીની બદલી થયા બાદ ફરી પાછી આ વિસ્તારમાં લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિંગથી માંડી પબ્લીક ન્યુસન્સની સમસ્યાઓ ચાલુ થઇ ગઇ છે. ઘાટલોડિયા પોલીસમથકના નવા પીઆઇ વી.ડી.મોરીએ આ તમામ બાબતોની જાણ હોવાછતાં તેઓ ખુદ જ તેને એક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમની રહેમ નજર હેઠળ આ બધુ ચાલવા દઇ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૃધ્ધા માયીની ખંડપીઠે એક સીમાચિહ્નરૃપ ચુકાદા મારફતે અમદાવાદ શહેરમાં સવારે ૮-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી લક્ઝરી બસો અને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને બહાલ રાખ્યો હતો અને લક્ઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે લક્ઝરી બસ સંચાલકોને શહેર બહારથી બસો ઓપરેટ કરવા સાફ શબ્દોમાં જણાવ્યું હતું.
જો કે, ઘાટલોડિયા પોલીસમથકના અગાઉના પીઆઇ આર.જે.ચૌધરીએ જોરદાર સપાટો બોલાવી તોફાની અને ન્યુસન્સ કરતાં તત્વોને કાબૂમાં રાખ્યા હતા અને પબ્લીક ન્યુસન્સ બંધ કરાવ્યું હતું. જો કે, પીઆઇ આર.જે.ચૌધરીની બદલી થયા બાદ ફરી પાછી આ વિસ્તારમાં લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિંગથી માંડી પબ્લીક ન્યુસન્સની સમસ્યાઓ ચાલુ થઇ ગઇ છે. ઘાટલોડિયા પોલીસમથકના નવા પીઆઇ વી.ડી.મોરીએ આ તમામ બાબતોની જાણ હોવાછતાં તેઓ ખુદ જ તેને એક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમની રહેમ નજર હેઠળ આ બધુ ચાલવા દઇ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૃધ્ધા માયીની ખંડપીઠે એક સીમાચિહ્નરૃપ ચુકાદા મારફતે અમદાવાદ શહેરમાં સવારે ૮-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી લક્ઝરી બસો અને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને બહાલ રાખ્યો હતો અને લક્ઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે લક્ઝરી બસ સંચાલકોને શહેર બહારથી બસો ઓપરેટ કરવા સાફ શબ્દોમાં જણાવ્યું હતું.
પરંતુ હાઇકોર્ટના આ ચુકાદા અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસી-તૈસી કરી ખુદ ઘાટલોડિયા પોલીસમથકના પીઆઇ વી.ડી. મોરી જ ઉપરોકત વિસ્તારમાં ગેરકાયદે રીતે લક્ઝરી બસોના પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગની છૂટ આપી રહ્યા છે. આ અંગે પીઆઇ મોરીનું ધ્યાન દોરાયું કે, અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના પ્રવેશ અને આ પ્રકારે જાહરેમાં રોડ પર પાર્કિંગ હાઇકોર્ટના ચુકાદા અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી પ્રતિબંધિત છે તો તમે કેમ પગલાં લેતા નથી..?? તમારે આ લક્ઝરી બસો હટાવવી જોઇએ અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવું જોઇએ. ત્યારે પીઆઇ વી.ડી.મોરીએ ઉધ્ધતાઇપૂર્વક જવાબ આપ્યો હતો કે, અહીં લક્ઝરી બસો ઉભી ના રાખવી એવું કયાં હાઇકોર્ટે કહ્યું છે અને અમારે કયાં લકઝરી બસોવાળા જોડે બબાલ કરવી..પરંતુ પીઆઇ મોરીને કદાચ ખબર નહી હોય કે, ગુજરાત હાઇકોર્ટનો કોઇપણ ચુકાદો સમગ્ર રાજયમાં લાગુ પડે. પ્રસ્તુત કેસમાં સ્પષ્ટપણે અમદાવાદ શહેરના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે તેથી સમગ્ર અમદાવાદ શહેર માટે લાગુ પડે તો પણ પીઆઇ મોરીએ હાઇકોર્ટના ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય તે પ્રકારે લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિંગને છાવરવાની વાત કરી હતી. પીઆઇ વી.ડી.મોરી પોતે જ ખુદ શહેર પોલીસ કમિશનરના લકઝરી બસોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાને ઘોળીને પી ગયા છે, તો શું પીઆઇ મોરી શહેર પોલીસ કમિશનર અને ગુજરાત હાઇકોર્ટથી પણ ઉપર છે..? એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના નાતે તેમને કાયદો અને વ્યવસ્થાના પાલનનું કોઇ ભાન નથી..? ગેરકાયદે પ્રવૃત્તિ છાવરનાર અને હાઇકોર્ટના ચુકાદાની ઐસી-તૈસી કરનાર આ પીઆઇ વી.ડી.મોરી બિન્દાસ્ત પણે જણાવે છે કે, તમારાથી થાય એ કરી લો, મારી બદલી કરાવવી હોય બદલી કરાવી દો, પણ લકઝરી બસો નહી હટે..તો હવે શું શહેર પોલીસ કમિશનર કે ડીજીપી કે રાજયના ગૃહ પ્રધાન આવા બેફામ અને સત્તાના મદમાં ચૂર બની ગેરકાયદે પ્રવૃત્તિઓને છાવરનારા પીઆઇ વિરૃધ્ધ સબક સમાન કાર્યવાહી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોમાં ઉગ્ર માંગણી ઉઠી છે. બીજીબાજુ, આ સમગ્ર મામલે પીઆઇ વી.ડી.મોરી વિરૃધ્ધ ઉચ્ચ સત્તાધીશો સમક્ષ આંતરિક ફરિયાદ-રજૂઆત કરવામાં આવી છે. હવે પીઆઇ વી.ડી મોરી વિરૂધ્ધ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, ગુજરાત હાઇકોર્ટ, રાજયના મુખ્યમંત્રી સહિત સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ અદાલતી અવમાનની કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ-પિટિશનની તજવીજ હાથ ધરાઇ છે.