90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું
નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું
મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
સુરત : CIDએ 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે.
સીઆઇડી ક્રાઇમ સુરતે ભ્રષ્ટાચારના મોટા ખેલનો પર્દાફાશ કરી લાંચિયા બાબુપને જેલબ સળિયા પાછળ ધકેલી દીધા છે. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં એક કાર્યપાલ ઈજનેર, 2 ડેપ્યુટી ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત 5 હેડ કોન્ટ્રાક્ટરોની સામે પણ કડક કાર્યવાહીના ભાગરૂપે પુરાવા એકત્રિત કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા છે.