ચેતી જાઓ! દ્વિચક્રી વાહન ચાલક ઉપરાંત પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવી પડશે

ચેતી જાઓ! દ્વિચક્રી વાહન ચાલક ઉપરાંત પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવી પડશે

2 0
Spread the love

Read Time:4 Minute, 55 Second

ટુ – વ્હીલરમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવો: હાઈકોર્ટનો આદેશ

રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ, હાઈવેના બ્રીજ, સર્વિસ રોડ સહિતના ટ્રાફિક મુદ્દાઓ પર કડક સુચના: 15 દિવસ બાદ વધુ સુનાવણી

અમદાવાદ:
ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ આદેશ કરીને દ્વિચક્રી વાહન ચાલકો અને તેની પાછળ બેસતા સવારોને હેલ્મેટ પહેરવાનો નિયમનું પાલન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રોંગ સાઈડ ઉપર ડ્રાઇવિંગ કરતા લોકોને જાગૃત કરવા માટે સાઈનબોર્ડ સહિતની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને જણાવવામાં આવેલું છે. હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

કહ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે અને તેના કારણે ખૂબ જ મોટા પાયે અકસ્માતની ઘટનાઓ બને છે. શહેરનું આયોજન કરતી વખતે હોલિસ્ટિક વ્યુ અપનાવો જોઈએ તેવો હાઇકોર્ટ મત વ્યક્ત કરીને આ બાબતે 15 દિવસ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે.  

કેસની વિગતો મુજબ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે બનાવવામાં આવેલા ફલાય ઓવર વિરુદ્ધ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી જાહેર રીટની સુનાવણી વખતે હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા, ફ્લાય ઓવર બનાવવા માટેના અણઘડ આયોજન, રોડ અકસ્માતો સહિતની બાબતોએ સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું અને જાહેર રીટની અરજીનો વ્યાપ વધાર્યો હતો. 

તેની આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ અરજદારો દ્વારા  રજૂઆતો કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું તે અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ છે.

દરેક ચાર રસ્તા ઉપર વળાંકો સાંકડા હોવાથી તેમજ ઇસ્કોન ચાર રસ્તા સહિતના સ્થળોએ ખાનગી અને સરકારી બસો ઉભી રહેતી હોવાથી અને ત્યાંથી પેસેન્જર ભરાતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે.

આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે અને વાહન અકસ્માતોની સંખ્યા બાબતે લેટેસ્ટ સર્વે રિપોર્ટ જાણવો જરૂરી છે. અમદાવાદમાં ખૂબ મોટી સંખ્યામાં વાહન અકસ્માતો થાય છે તે પણ હાઇકોર્ટે નોંધ લીધી હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે, ફ્લાય ઓવર અથવા તો શહેરના બીજા આયોજનો ઓફિસમાં બેસીને નહીં પરંતુ નિષ્ણાતો હોય તેવી સંસ્થાના સર્વે રિપોર્ટના આધારે થવા જોઈએ. હાઇકોર્ટે નેશનલ હાઈવે ની સાઇડમાં સર્વિસ રોડ બનાવવા માટે પણ સરકારને સૂચન કર્યું હતું. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે શહેરના દરેક ચાર રસ્તા, આંતરિક રસ્તાઓ સર્વિસ રોડ અને પુલો બનાવવા માટે યોગ્ય વિચાર કરવો જરૂરી અને આ બાબતે વૈજ્ઞાનિક ઢબે કામ થવું જોઈએ.

ફ્લાઇ ઓવર ની શરૂ થાય ત્યારથી લઈને તે પૂર્ણ થાય અને તે પછી આગળના રસ્તા ઉપર પણ ટ્રાફિકજામ ના થાય તે બાબત ના આયોજનો કરવા જરૂરી છે. અમને ખબર છે કે જેમ પોલીસ દળમાં મોટી પાયે જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ટ્રાફિકમાં પણ પૂરતા જવાનો નથી આથી કેટલાક અકસ્માત ગ્રસ્ત વિસ્તારો ને ઓળખી કાઢી લોકોની જાણ માટે ત્યાં સાઈન બોર્ડ મૂકવા જોઈએ.

એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ કે હવે સીસીટીવી હોવાથી ચલણ માટે ટ્રાફિક પોલીસની જરૂર નથી આથી કોઈપણ વાહન ચાલક કાયદાનો ભંગ કરતા જણાય અને તેનું સીસીટીવીના માધ્યમથી ચલણ કાઢીને તેને મેસેજ ના માધ્યમથી આ બાબતે જાણ કરવી જોઈએ.

કોઈ અધિકારી કે કર્મચારીના મનસુફીના આધારે ચલણ કાપવા જોઈએ નહીં. સવારે અને સાંજે ખૂબ ટ્રાફિક રહેતો હોય તેવા સમયે તેવા સ્થળોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કડવા અનુભવની કડવી વાત! ગરીબ દર્દીની સારવારમાં ગેરરીતિ પણ સાંભળે કોણ..?

કડવા અનુભવની કડવી વાત! ગરીબ દર્દીની સારવારમાં ગેરરીતિ પણ સાંભળે કોણ..?

ચિંતા કરો! મારું ગુજરાત ભૂખમરા સૂચક આંકમાં ૨૫માં ક્રમે

ચિંતા કરો! મારું ગુજરાત ભૂખમરા સૂચક આંકમાં ૨૫માં ક્રમે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.