દર્દીના સગા દ્વારા ફરિયાદ કરવામાં આવી તો ડોકટર ઉશ્કેરાઈ ગયા
પ્રાઇવેટ ડોકટર કહે એપન્ડિક્ષ અને સરકારી કહે આરામ કરો ઘરે જાઓ
અમદાવાદ: સરકારી તંત્ર ભલે દાવાઓ કરતું હોય કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. પણ વાસ્તવિકતામાં તો આરોગ્ય ક્ષેત્રે કામ કરતા ડોકટર ને સરકારના દાવા નહિ પણ દવાઓની જરૂર છે. કંઇક આવો અનુભવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં વસ્ત્રાલ વિસ્તારમાં નવયુવાન શૈલેષ સોલંકીને થયો.
5મી ઓગષ્ટના રોજ સાંજના સમયે શૈલેષ સોલંકીને પેટમાં દુખાવો થતાં નજદિકની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી તો એપેન્ડિક્ષ હોવાની જાણકારી અને સારવાર મોંઘી હોવાથી શૈલેષ સોલંકી પોતાના પેટની સોનોગ્રાફી નો રિપોર્ટ લઈને સરસપુર સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો, પણ કોને ખબર હતી કે સસ્તી સારવારના બદલે અહી તોછડો અનુભવ અને અપમાન સાથે ધરમ ધક્કા પણ મળશે.
શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યો બાદ તપાસ કરાવતા હોસ્પિટલ ના યુનિટ ૧ ના ડોક્ટર દ્વારા દર્દી શૈલેષ સોલંકી ની શારીરિક પરિસ્થિતી સારી હોવાની જણાવી તેમને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રાત્રે દર્દી ને ફરી એક વખત અસહ્ય દુખાવો થતાં શૈલેષને તપાસ અર્થે ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા ત્યાથી ફરી સોનોગ્રાફી કરાવતા દર્દી ને રિપોર્ટ માં એપેન્ડીક્ષ નામની બીમારી હોવાનું જાહેર થયું હતું. ત્યારબાદ દર્દી ને ફરીથી સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા.
દર્દી ને સગા દ્વારા શારદાબેન હોસ્પિટલના સુપ્રિટેડન્ટ નામે હેતલબેન વોરા ને બેદરકારી અંગે ફરિયાદ કરવા ગયા હતા હેતલબેન દ્વારા ડોક્ટર હેમંત લેઉવા ને મળવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર કેબિન માં હાજર નહોતા તો ડોક્ટર દિપક વોરા ને મળીને રજૂઆત કરવામાં આવી અને સોનોગ્રાફી કરનાર ડોક્ટર ને ઉપર બોલાવવાનું જણાવી ત્યારે ડોક્ટર દિપક વોરા દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ડોક્ટર તમારા નોકર નથી. તમારે જાતે જઈને મળવું પડશે તેમની સાથે રહેલા ડો. શશીકાંત પટેલે પણ બીભસ્ત ભાષા માં વાત કરી હતી.
સરકાર એક તરફ આરોગ્ય બાબતે મસમોટી વાતો કરે છે કે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી પણ વાસ્તવિકતા તો એ છે કે દર્દીઓને સારવાર માટે વલખાં મારવા પડે છે. ત્યારે શૈલેષ સોલંકીના પરિવારજનો તરફથી પોતાની સાથે થયેલ ખરાબ અનુભવ બાબતે શારદાબેન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. હેતલબેન વોરાને લેખિત માં ફરિયાદ કરી. ત્યારે હવે ડો. હેતલબેન વોરા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે દેખવું તે રહ્યું કે ગેરરીતિ કરનારા સ્ટાફ ડોક્ટર્સ પર કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ગરીબ દર્દીની ફરિયાદ કચરા પેટીમાં જાય છે.
.