દવાના નામે નશાનું ઉત્પાદન, ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર, વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

દવાના નામે નશાનું ઉત્પાદન, ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર, વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

0 0
Spread the love

Read Time:10 Minute, 12 Second

અમદાવાદ:  દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં પોલીસ, એનસીબી કે અન્ય એજન્સીઓએ પ્રતિબંધીત દવા બનાવતાં અડધો ડઝનથી વધુ એકમ પકડી પાડ્યાં છે. દવાના નામે પ્રતિબંધીત એવી સાઈકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતાં એકમો અને આવા એકમો પકડાવાના ઘટનાક્રમે ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ માટે અમુક અંશે દ્વિધાની સ્થિતિ સર્જી છે.

દેશમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને બદલાવના આ તબક્કામાં નિયમપાલન કરવા માટે જરૂરી સ્પષ્ટતાના ડોઝની આવશ્યકતા છે. આફ્રિકન દેશોમાં શક્તિવર્ધક દવા તરીકે વેચાતી અને ગુજરાતથી નિકાસ થતી દવા ભારતમાં હવે પ્રતિબંધિત છે. આવી દવાનું ઉત્પાદન લાઈસન્સ મેળવ્યા વગર ગેરકાયદે હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરાઈ રહ્યાનો દાવો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરે છે.

દવાના નામે નશાનું ઉત્પાદન
શરીર થાકે ત્યારે માંદગી આવે અને દવા-દારૂ કરવામાં આવે છે. આવું નાનપણથી સાંભળતા આવીએ છીએ, પરંતુ હવે દવાના નામે નશાનું ઉત્પાદન થાય છે તે બાબતે ચિંતા ઉપજાવે તેવી છે. કેમિકલનો ઉપયોગ કરીને બનાવાતી અનેક સ્ફૂર્તિ કે  શક્તિવર્ધક દવાનો વધુ પડતો ઉપયોગ લાંબા ગાળે કબજીયાત, ઉલ્ટી, ચક્કર આવવા સહિતની આજીવન બિમારી આપી જાય છે. આથી જ દવાનો પ્રિસ્ક્રાઈબ્ડ ડોઝ અને નિયમાનુસાર ઉત્પાદન, વેચાણના નિયમો છે. આવા નિયમનું પાલન ન કરાનારાંઓ સામે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. 

આ જિલ્લામાંથી દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી

દવાના નામે નશાનું ઉત્પાદન કરનારાંઓ કડક અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા દહેજમાંથી  પ્રતિબંધિત શ્રેણીમાં આવતી ટ્રમલ ટેબલેટ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી. આ પહેલાં ગુજરાત-રાજસ્થાનમાં સામુહિક દરોડા પાડી 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી પણ ડ્રગ્સ એટલે કે દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડ્યા પછી એન.સી.બી.ના ઉચ્ચ અધિકારીની બદલીનો વિવાદ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. 

અમદાવાદ નજીક ચાંગોદર અને યુ.પી.માં ધમધમતી ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં સામુહિક દરોડા પાડી 15 લાખ ટેબલેટો કબજે કરવામાં આવી હતી. અમદાવાદના ચાંગોદર, એકલેશ્વર ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારે નશાની ટેબલેટ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ તંત્ર દ્વારા પકડાઈ છે. છેલ્લા એક જ વર્ષમાં પ્રતિબંધીત દવા બનાવતા અડધો ડઝન એકમો પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે.

પ્રતિબંધીત દવા બનાવવાનું ચલણ વધ્યું

આમ તો આવા એકમોને લાઈસન્સ આપવાથી માંડી નિયમાનુસાર ઉત્પાદન થાય છે કે કેમ તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને પ્રતિબંધીત દવા બનાવવાનું ચલણ ભયનજક રીતે વધે છે. ગુજરાત સહિત દેશભરમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પોલીસ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને સીએનબી દ્વારા દરોડા પાડવા અને આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. બે વર્ષથી પ્રતિબંધિત એવી દવાનું ઉત્પાદન કરનારાં ડ્રગ્સ મેન્યુફેક્ચરર એટલે કે દવાના ઉત્પાદક હોતાં નથી. જો કે, આવી દવાઓની આયાત, નિકાસની મંજુરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ સ્થિતિ વચ્ચે ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ અને તેને સંલગ્ન વર્તુળોમાં અનેક ચર્ચાઓ છે કે, કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપતી મેડિસિન માર્કેટ માટે આ સ્થિતિના કારણે અનેક પડકારો સર્જાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દવા ઉત્પાદક કંપનીઓ ઉપર સતત ધોંસ વધી છે. અંદાજે અડધો ડઝનથી વધુ કંપનીઓ કાયદાકીય અમલવારી કરવામાં નિષ્ફળ જવાના મુદ્દે પોલીસ કાર્યવાહી અંતર્ગત અટવાઈ પડી છે. 

ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યપદ્ધતિ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીઝની વાસ્તવિક સમસ્યાઓ કેન્દ્રીય સ્તરે પહોંચાડવામાં નિષ્ફળતાનો ભોગ મેડિસિન ઈન્ડસ્ટ્રીઝ બની રહી છે. 3 વર્ષથી ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગના નામે કરવામાં આવતી કનડગત આખી ઈન્ડસ્ટ્રીની ગતિ, તરલતા અને વિશ્વસનિયતાને અસર પહોંચાડી રહી છે. નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફાર્મા ઈન્ડસ્ટ્રીને સ્થિરતા મળે તેવી નિયમોની સ્પષ્ટતા અને અમલવારી કરે તે જરૂરી બની રહ્યું છે. 

એકદંર, દવાના નામે નશાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ફાર્મા ઈન્ડસ્ટ્રીને નવી અને સતત બદલતી નિયમાવલીઓ બાબતે ત્વરિત ગતિએ સ્પષ્ટતાના ડોઝ મળે તે જરૂરી બન્યું છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે રાજ્ય-કેન્દ્રના સરકારી ખાતાંઓ વચ્ચે સંકલન જળવાશે તો લોકોને તંદુરસ્ત રાખે તેવી ફાર્મા ઈન્ડસ્ટ્રીની તંદુરસ્તી દિર્ઘકાળની બની રહેશે.

દારૂનો નશો આપતી સિરપની બોટલો ગુજરાતમાં જ બને છે તેની સામે કાર્યવાહી ક્યારે?

ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવા માટે પોલીસ અને તંત્ર રાતદિવસ એક કરે છે. કેમિકલના દારૂના કારણે લઠ્ઠાકાંડ ગુજરાતની તાસીર છે. કાર્યવાહીના કારણે જ્યારે દારૂની અતિ અછત વર્તાય તેવા સમયે ખાસ વિસ્તારની શેરી-ગલીએ દારૂનો નશો આપતી સિરપની બોટલોનો વેપલો બેરોકટોક બની જાય છે. 

સિરપની બોટલોનો ધંધો આયોજનબઘ્ધ ગોઠવાયેલો છે. દારૂ કરતાં વઘુ આલ્કોહોલિક અસર ધરાવતું આયુર્વેદિક સિરપ ગુજરાતના અંકલેશ્વર, કચ્છમાં બનતું હોવાનું સત્તાવાર રીતે અગાઉ ખુલી ચૂક્યું છે. હાલમાં પણ ગુજરાત ઉપરાંત યુપી, બિહારથી આવતા આયુર્વેદિક દવાના નામે ગેરકાયદે ઉત્પાદન કરી વેચાતા સિરપની ડીમાન્ડ છે તેની સામે કાર્યવાહી ક્યારે તેવો સવાલ લોકોમાં છે.

પેઈનકિલરની વૈશ્વિક માંગ સામે ભારત સામે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ સ્પર્ધામાં

ગુજરાત અને ભારતમાં અનેક પેઈન કિલર દવાઓના ઉત્પાદન અને નિકાસ મુદ્દે એકધારી નીતિના અભાવની ઘેરી અસર મેડિસિન મેન્યુફેક્ચરિંગ માર્કેટને પડી રહી છે તેમ કહેતા મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે, ભારતમાં અનિશ્ચિત પોલિસી તેમજ ઉત્પાદકોને પોલિસીની સમયસર જાણકારી અને અમલવારીમાં અનિશ્ચિતતાને કારણે   સત્તાવાર નિકાસની સાથે કરોડો રૂપિયાના વિદેશી હૂંડિયામણને ફટકો પડી રહ્યો છે. અનેક દેશોમાં પેનકિલરની જબ્બર ડિમાન્ડ છે ત્યારે ભારતની સામે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ નિકાસમાં સ્પર્ધામાં છે તે બાબત ઘ્યાને લઈ નિર્ણયો લેવા આવશ્યક બન્યાં છે.

ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ઉગતા ધંધાર્થીઓ ટાર્ગેટ થતાં હોવાની પણ વ્યાપક ચર્ચા

ગુજરાતમાં અંદાજે 4000 ફાર્મા યુનિટ છે જે એલોપથી, હોમિયોપથી, આયુર્વેદિક અને કોસ્મેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી સાયકોટ્રોપિકલ ડ્રગ્સ બનાવતા ગેરકાયદે યુનિટો ફાર્મસી પ્રોડક્શન કરતાં યુનિટો વચ્ચે શરૂ કરી દેવાતા હોવાનું સરકારી સુત્રો કહે છે. દેશભરમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ગુજરાત સરકારે આપેલા ઈજન પછી રોકાણો વધવા સાથે હરિફાઈ પણ વધી છે. ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમાં નાના અને ઉગતા ધંધાર્થીઓ ટાર્ગેટ થતાં હોવાની પણ ચર્ચા વ્યાપક બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કેન્દ્ર સરકારનો યુ-ટર્ન : સીધી ભરતી પર ‘રોક’નો આદેશ

કેન્દ્ર સરકારનો યુ-ટર્ન : સીધી ભરતી પર ‘રોક’નો આદેશ

પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન

પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.