બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

0 0
Spread the love

Read Time:3 Minute, 17 Second



પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી જન સુખાકારીની પ્રાર્થના કરી

મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી

મહેસાણા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મંદિર પુન: નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું.

બહુચરાજી મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીન સહિતના  અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન

પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.