મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

ગાંધીનગર: ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૭૨૩૯.૫૦ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે.

હાલ ૬૬૭૭ મેગાવોટ પરંપરાગત અને ૫૬૨.૫૦ મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી રાજ્ય ધરાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ સૂચિત કન્વેન્શનલ પાવર પ્રોજેક્ટસની સ્થાપના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર જનરેશન ફેસીલીટીસ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું લક્ષ રાખ્યું છે.

રાજ્યમાં ૨૦૨૧-૨૨ના વર્ષમાં માથાદીઠ વીજ વપરાશ ૨,૨૮૩ યુનિટ હતો તે વધીને ૨૦૨૨-૨૩માં ૨૪૦૨.૪૯ યુનિટનો થયો છે.
આમ, ઉત્તરોતર વધતા જતા માથાદીઠ વીજ વપરાશની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી આ લિગ્નાઈટ એન્ડ કોલ બેઝ્ડ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન જરૂરી બન્યા છે.

આ પ્લાન્ટમાં ઊર્જાના સ્ત્રોત તરીકે ડોમેસ્ટિક કોલનો ઉપયોગ કરાશે. હવાની ગુણવત્તા પર અસર ઘટાડવા એડવાન્સ્ડ ઇમિશન કન્ટ્રોલ સિસ્ટમ અને હાઈ એફિશિયન્સી એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે.
એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL કોંપ્રિહેન્સીવ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનો પણ અમલ કરશે.

કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ રાજ્યમાં નોન સોલાર અવર્સ તથા દુષ્કાળનો સમય, ઓછો પવન, ગેસની ઓછી ઉપલબ્ધિ વગેરે આકસ્મિક જરૂરિયાતો સમયે ઉપયોગી બની રહે છે.
ઉર્જા સુરક્ષા સાથે ગ્રાહકોને સતત વિશ્વસનીય પુરવઠો પૂરો પાડવા માટે રિન્યુએબલ એનર્જી સાથોસાથ કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ પણ જરૂરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોના સર્વગ્રાહી અભ્યાસ અને વિચારણા પછી ૮૦૦ મેગાવોટના એક એમ ત્રણ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
આ સૂચિત પ્રોજેક્ટ દ્વારા અંદાજે ૩ હજાર જેટલા રોજગાર અવસરો ઊભા થઈ શકશે.
……….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Odoo Community Days India 2024:આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને નિષ્ણાતોને પણ એકસાથે લાવી સર્જાયો અનોખો રેકોર્ડ

Odoo Community Days India 2024:આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને નિષ્ણાતોને પણ એકસાથે લાવી સર્જાયો અનોખો રેકોર્ડ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.