કોંગ્રેસનો પ્રોમિસ ડે! જાણો કઈ કઈ લાગણીઓ, માંગણીઓ વચન, વાયદા કર્યા 

કોંગ્રેસનો પ્રોમિસ ડે! જાણો કઈ કઈ લાગણીઓ, માંગણીઓ વચન, વાયદા કર્યા 

0 0
Spread the love

Read Time:12 Minute, 31 Second

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ કોંગ્રેસે બહુ મહત્વનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો-કેપ
ગુજરાતની પ્રજાને ભાજપના દંડ અને દંડાના શાસનમાંથી મુકત કરાવવા કોંગ્રેસની ઘોષણા

જનતા જનાર્દન જો રાજયના તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કોંગ્રેસને સત્તામાં લાવશે તો, ટેકસમાં મોટી રાહત, તાત્કાલિક રોજગારી, ફ્રી વાઇફાઇ સેવા સહિતની અનેક સુવિધાઓ-સેવાનું વચન

તમામ શહેરીજનોને સરકારની સેવાઓ, સુવિધાઓ અને યોજનાઓના વિનામૂલ્યે લાભ આપવા ગુજરાઇટ કાર્ડ અપાશે : કોંગ્રેસ દ્વારા શપથપત્રની ઘોષણા કરી ગુજરાઇટ કરવાની જાહેરાત

અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં આગામી દિવસોમાં તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિતની સ્થાનિક સ્વરાજયની બહુ મહત્વની અને પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીઓને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા આજે જનતાને બહુ મોટી રાહતો અને વિનામુલ્યે સેવા-સુવિધા આપવાના વચનો સાથેના ફુલગુલાબી ચિત્ર જેવા ચૂંટણી ઢંઢેરાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિપક બાબરીયા, વિધાનસભામાં વિપક્ષના દંડક નેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશી સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસપક્ષનો ચૂંટણી ઢંઢેરો(મેનીફેસ્ટો) જાહેર કરવાની સાથે સાથે કોંગી આગેવાનોએ આ વખતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશેષરૂપે તૈયાર કરાયેલા શપથપત્રની પણ ઘોષણા કરી હતી અને રાજયમાં કોંગ્રેસ દ્વારા ગુજરાઇટ કરવાની સાથે સાથે ગુજરાતની પ્રજાને ભાજપના દંડ અને દંડાવાળાના શાસનમાંથી કાયમી ધોરણે મુકિત અપાવવાના સંકલ્પની પણ ઘોષણા કરવામાં આવી હતી.


જનતા જનાર્દન જો રાજયના તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કોંગ્રેસને સત્તામાં લાવશે તો, ટેકસમાં મોટી રાહત, તાત્કાલિક રોજગારી, ફ્રી વાઇફાઇ સેવા સહિતની અનેક સુવિધાઓ-સેવાના વચનો કોંગ્રેસ દ્વારા તેના આ ઘોષણાપત્રમાં આપવામાં આવ્યા છે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, રાજયના તમામ શહેરીજનોને સરકારની સેવાઓ, સુવિધાઓ અને યોજનાઓના વિનામૂલ્યે લાભ આપવા કોંગ્રેસ દ્વારા ગુજરાઇટ કાર્ડ અપાશે. કોંગ્રેસે રાજયની તમામ છ મ્યુનિસપલ કોર્પોરેશનની સત્તા હસ્તગત કરવા માટે રાજયના પ્રજાજનોને તેના આ વચનો એ માત્ર વચનો નથી પરંતુ શપથ સમાન છે કે જે સત્તામાં આવતાની સાથે જ કોંગ્રેસ તેનું પાલન કરશે એવી ખાતરી કોંગ્રેસના નેતાઓ તરફથી ઉચ્ચારવામાં આવી હતી. આજે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં અમદાવાદ સહિત તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વર્ષોથી ભાજપનું શાસન હોવાછતાં પ્રજા પાણી, વીજળી, રોડ-રસ્તા સહિતની અનેક સમસ્યાઓથી ત્રસ્ત અને દુ:ખી છે. ભાજપે ૨૫-૨૫ વર્ષો સુધી મહાનગરપાલિકાઓમાં સત્તા ભોગવ્યા છતાં પણ સામાન્ય માણસની સુવિધામાં વધારો કરવાના બદલે ઉલ્ટાનું નિર્દોષ નાગરિકો અને પ્રજાજનોની દુવિધામાં વધારો કર્યો છે અને તેઓનો માત્ર સત્તાની લાલસા ટકાવી રાખવા માટે ઉપયોગ કર્યો છે પરંતુ ગુજરાતની શાણી જનતા ભાજપના આ દંભ અને છળકપટને સમજી ગઇ છે. ભાજપના દંડ અને દંડાવાળી રાજનીતિ અને શાસનમાંથી ગુજરાતની જનતાને મુકત કરાવવા માટે કોંગ્રેસ આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે ગુજરાઇટના અનોખા સંકલ્પ સાથે લોકોની વચ્ચે જશે અને પ્રજાની તમામ સમસ્યાઓના નિવારણ માટે વચન-શપથ સાથે તેમના દુ:ખમાં સહભાગી બનશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો રાજયની જનતા આ વખતે કોંગ્રેસ પક્ષને રાજયના તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સત્તાસ્થાને બેસાડશે તો, કોંગ્રેસ સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં જ ભરતી પ્રક્રિયાથી માંડી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સીંગની પ્રથા નાબૂદ કરવા સહિતની અનેક પહેલોની અમલવારી શરૂ કરશે. ખાસ કરીને કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ રાજયમાં તમામ શહેરીજનોને સરકારની સેવાઓ, સુવિધાઓ અને યોજનાઓના વિનામૂલ્યે લાભ આપવા ગુજરાઇટ કાર્ડ અપાશે. તો સાથે સાથે મિલકતવેરામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાની પણ કોંગ્રેસ તરફથી બહુ મોટી જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરીયાએ ઉમેર્યું હતુ કે, રાજયની તમામ છ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ ૨૪ કલાકમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને રોજગારીની પૂરતી તક ઉપલબ્ધ બનાવાશે. વધુમાં, સત્તામાં આવ્યાના એક જ સપ્તાહમાં તમામ શહેરોના તૂટેલા અને બિસ્માર રસ્તાઓનું પુન:નિર્માણ શરૂ કરવામાં આવશે. તો, સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોન્ટ્રાકટ અને આઉટસોર્સીંગ પ્રથા નાબૂદ કરવામાં આવશે. આ સિવાય કોંગ્રેસ સત્તામાં આવશે તો, અકસ્માત અને ફાયર ઇમરજન્સી માટે હેલીકોપ્ટર દ્વારા પવનપુત્ર અને ઇમરજન્સી સેવા શરૂ કરશે. શહેરના તમામ જાહેરમાર્ગો પર પર્યાવરણ અને હવા શુધ્ધિકરણ માટે એર પ્યુરીફાયર લગાવશે, કોરોના કાળમાં આર્થિક નુકસાન ભોગવી રહેલા ધંધાદારીઓને અને વેપારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત કરી અપાશે. સૌથી મહત્વનું કે, રાજયના તમામ શહેરીજનોને મિલકતવેરામાં ૫૦ ટકા સધી ઘટાડાનો નોંધપાત્ર લાભ અપાશે. એટલું જ નહી, મિલકતવેરા અને કોમર્શીયલ વેરાના માળખાને રેશનલ બનાવવામાં આવશે. છ શહેરોમાં બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખી અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આ જ પ્રકારે કોંગ્રેસનું શાસન આવ્યા બાદ તમામ શહેરોમાં તમામ લોકોને ફ્રી વાહનપાર્કિંગ અને ફ્રી વાઇફાઇ ઝોનની સુવિધા પૂરી પાડવામાં આવશે. તો, નગરજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટે દરેક વિસ્તારમાં ત્રિરંગા કલીનીક અને દરેક ઝોનમાં એક અદ્યતન હોસ્પિટલ સ્થાપવાનું કોંગ્રેસનું આયોજન છે. આ સિવાય નાગરિકોની કોઇપણ સમસ્યા, મુશ્કેલી કે પ્રશ્નોના સમાધાન અને તાકીદે નિરાકરણ માટે કોંગ્રેસ દ્વારા વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવશે અને ગુજરાતની પ્રજાને ગુજરાઇટ કરવામાં આવશે.¬ કોંગ્રેસનું મુખ્ય ફોક્સ સર્વજન હિતાય, સર્વજન સુખાયનું રહેશે અને તમામ વર્ગના લોકો સુખ, શાંતિ અને સંતોષ આપવાનો કૃતસંકલ્પ લેવામાં આવ્યો છે, તેથી આ વખતે ગુજરાતની જનતાને ખાસ કરીને અમદાવાદ સહિતના તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કોંગ્રેસના હાથમાં સત્તાનું સુકાન સોંપાય તે પ્રકારે મતદાન કરવા કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રજાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ કોંગ્રેસના શપથપત્ર ઘોષણા અને ચૂંટણીગીતનું ગાન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.


કોર્પોરેશનોની ચૂંટણીને લઇ કોંગ્રેસની મોટી જાહેરાતો


– તમામ શહેરીજનોને સરકારની સેવાઓ, સુવિધાઓ અને યોજનાઓના વિનામૂલ્યે લાભ આપવા ગુજરાઇટ કાર્ડ અપાશે
– તમામ શહેરીજનોને મિલકતવેરામાં ૫૦ ટકા સધી ઘટાડાનો નોંધપાત્ર લાભ અપાશે.
– એટલું જ નહી, મિલકતવેરા અને કોમર્શીયલ વેરાના માળખાને રેશનલ બનાવવામાં આવશે.
– તમામ છ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ ૨૪ કલાકમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
– સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોન્ટ્રાકટ અને આઉટસોર્સીંગ પ્રથા નાબૂદ કરવામાં આવશે
– અકસ્માત અને ફાયર ઇમરજન્સી માટે હેલીકોપ્ટર દ્વારા પવનપુત્ર અને ઇમરજન્સી સેવા શરૂ કરાશે
– તમામ શહેરોમાં તમામ લોકોને ફ્રી વાહનપાર્કિંગ અને ફ્રી વાઇફાઇ ઝોનની સુવિધા પૂરી પાડવામાં આવશે
– છ શહેરોમાં બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખી અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે
– નાગરિકોની કોઇપણ સમસ્યા, મુશ્કેલી કે પ્રશ્નોના સમાધાન અને તાકીદે નિરાકરણ માટે કોંગ્રેસ દ્વારા વિશેષ લોકદરબારનું આયોજન
– નગરજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટે દરેક વિસ્તારમાં ત્રિરંગા કલીનીક અને દરેક ઝોનમાં એક અદ્યતન હોસ્પિટલ સ્થાપવામાં આવશે
– સત્તામાં આવ્યાના એક જ સપ્તાહમાં તમામ શહેરોના તૂટેલા અને બિસ્માર રસ્તાઓનું પુન:નિર્માણ શરૂ કરવામાં આવશે
– ઓડિટ અને એકાઉન્ટ વિભાગને વધુ આધુનિક બનાવાશે અને કેગ દ્વારા ચકાસણી વ્યવસ્થા ઉભી કરાશે કે જેથી પારદર્શક વહીવટની વિશ્વસનીયતા જળવાય
– આગામી ૨૦૩૦ને ધ્યાનમાં રાખીને લાંબાગાળાનો વિકાસ નકશો તૈયાર કરાશે
– આવનારા પાંચ વર્ષોમાં નવા કરવેરા વિનાના મહાનગરોની પરિભાષા સાર્થક કરાશે
– છ શહેરોના દરેક વોર્ડમાં મોડલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની રચના કરવામાં આવશે
– નાગરિકોની ફરિયાદોના સમયસર અને સુવ્યવસ્થિત નિકાલ માટે સીટીઝન ચાટર(નાગરિક અધિકારપત્ર)નો સંપૂર્ણ અમલ

Views 🔥 કોંગ્રેસનો પ્રોમિસ ડે! જાણો કઈ કઈ લાગણીઓ, માંગણીઓ વચન, વાયદા કર્યા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

૫ મહિનાની આ બાળકીને આપવામાં રૂપિયા ૧૬ કરોડનું ઇન્જેક્શન! કેવી રીતે ૧૬ કરોડ રૂપિયા એકત્ર થયા વાંચો

૫ મહિનાની આ બાળકીને આપવામાં રૂપિયા ૧૬ કરોડનું ઇન્જેક્શન! કેવી રીતે ૧૬ કરોડ રૂપિયા એકત્ર થયા વાંચો

કોંગ્રેસનો પ્રોમિસ ડે! જાણો કઈ કઈ લાગણીઓ, માંગણીઓ વચન, વાયદા કર્યા 

ચૂંટણી આચાર સહિતા સમયે રૂપીયા ૧,૩૪,૦૦,૦૦૦/- (એક કરોડ ચોત્રીસ લાખ) ની બેનામી રૂપિયાની હેરાફેરી કરતા એક ઈસમને પકડી પાડતી રામોલ પોલીસ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.