પોલીસે પકડેલો નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી ભાવેશ વાળંદ
આંગડિયા પેઢીનો કર્મી રોકડ રકમના આધાર પુરાવા ન આપી શકતા સવા કરોડથી વધુની રોકડ જપ્ત કરવાની કાર્યવાહી
અમદાવાદ: રાજ્યમાં આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. ૧.૩૪ કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.
રિંગ રોડ પરની રેસ્ટોરાં પાસે યુવકને પોલીસે પકડ્યો
ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઈ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સૂચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ પો.સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઈ બી.બી.સોલંકી નાઓને મળેલ બાતમી હકીકત આધારે રામોલ રીંગરોડ ટોલટેક્ષ મહાકાળી દાળબાટી રેસ્ટોરન્ટની આગળ રોડ ઉપર પંચો સાથે રેડ કરતા આરોપી ભાવેશકુમાર ઘનશ્યામભાઈ વાળંદ ઉવ ૨૮ રહે.ર ૧૪ વાણીયા શેરી વાળંદ ફળીયુ હરીધામ સોખડા વડોદરા ને પોતાના કબજામાં કોઈ આધાર પુરાવા વગરના બેનામી રોકડા રૂપિયા ૧,૩૪,૦૦,૦૦૦/- (એક કરોડ ચોત્રીસ લાખ) તથા મોબાઈલ ફોન મળી કુલ્લે કીમત રૂપિયા ૧,૩૪,૭૧,૦૦૦/- (એક કરોડ ચોત્રીસ લાખ એક હજાર) ના મુદ્દામાલ સાથે પકડી સદર મુદામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી આરોપીને તા:૧૦/૦૨/૨૦૨૧ ના કલાક ૨૨/૪૫ વાગ્યે સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં
રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરાં પાસેથી બાતમીના આધારે ૨૮ વર્ષીય વડોદરાના ભાવેશ વાળંદની રૂ ૧.૩૪ કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.