અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ

અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ

0 0
Spread the love

Read Time:2 Minute, 31 Second

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઈ તેમજ 20 પીએસઆઈની આંતરિક બદલી કરી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે.

અમદાવાદ શહેરમાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે,લાંબા સમયથી બદલીની રાહ જોતા અમદાવાદના પોલીસ ઈન્સ્પેકટરોને નવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા મળશે,અમદાવાદ શહેર કમિશનરે એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પીઆઈઓ તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર.એમ.ઝાલા કે જેઓ બે વર્ષ જેટલા સમયથી નારોલ પોલીસ સ્ટેશનમાં હતા અને તેઓ બદલીની રાહ જોઈ રહ્યાં હતા અને તેમની પણ બદલી કરવામાં આવી છે.ગઈકાલે 8 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની પણ બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગાંજો અને ડ્રગ્સ પકડવામાં એસઓજી પોલીસ અને અમદાવાદ ક્રાઈમ અગ્રેસર રહી છે. ત્યારે અમદાવાદ એસઓજીમાં 4 પીઆઈને મૂકવામાં આવ્યા છે તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ પીઆઈને મૂકવામાં આવ્યા નથી, સાયબર ક્રાઈમમાં 3 પીઆઈને મૂકવામાં આવ્યા છે. અગામી સમયમાં પણ હજી ઘણા પીઆઈ તેમજ પીએસઆઈની બદલીઓ આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. અમદાવાદ પીસીબી પીઆઈ એમ.સી.ચૌધરીને યથાવત રાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં અગાઉ એક જ પોલીસ સ્ટેશનમાં જે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોએ પાંચ વર્ષથી વધુનો સમય કાઢયો હતો તે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોની બદલી પોલીસ કમિશનરે કરી હતી,તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો ટ્રાફિક શાખામાં તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

દાહોદની દીકરીની હત્યા કરનાર આચાર્યનું ક્યા છે કનેક્શન…? કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યો આક્ષેપ

દાહોદની દીકરીની હત્યા કરનાર આચાર્યનું ક્યા છે કનેક્શન…? કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યો આક્ષેપ

ગુજરાતના 35 કોલ સેન્ટર પર CBI નો દરોડો! જાણો કેમ CBI પહોંચી અમદાવાદ

ગુજરાતના 35 કોલ સેન્ટર પર CBI નો દરોડો! જાણો કેમ CBI પહોંચી અમદાવાદ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.