ગુજરાતના 35 કોલ સેન્ટર પર CBI નો દરોડો! જાણો કેમ CBI પહોંચી અમદાવાદ

ગુજરાતના 35 કોલ સેન્ટર પર CBI નો દરોડો! જાણો કેમ CBI પહોંચી અમદાવાદ

0 0
Spread the love

Read Time:3 Minute, 46 Second

અમદાવાદઃ
રાજ્યમાં સાયબર ફ્રોડના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પાછલા કેટલાક સમયમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે.

જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર સિકંજો કસ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેડની પુર્ણ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના સેવાય રહી છે.

છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.

દિલ્હી CBIને કોલસેન્ટર દ્વારા લોકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.

CBIને ફરિયાદ મળી હતી કે કોલસેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. ત્યારે દિલ્હી CBIએ આ ફરિયાદ પર કાર્યવાહી કરતા આ દરોડા પાડ્યા છે.

માહિતી અનુસાર, આ દરોડા ગઈકાલે મોડી રાતથી ચાલી રહ્યા હતા. માહિતી અનુસાર, અમદાવાદ અને આસપાસના વિસ્તારોના લગભગ 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા છે, જેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આવેલા કેટલાક કોલ સેન્ટર પણ સામેલ છે. સીબીઆઈની 300થી વધુ લોકોની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચીને આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને આખી રાત આ દરોડા ચાલુ રહ્યા હતા. જો કે હજુ સુધી એ માહિતી સામે નથી આવી કે કોલ સેન્ટરમાં દરોડા દરમિયાન શું બહાર આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

More From Author

અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ

અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ

અમદાવાદ રખિયાલ ચાર રસ્તા ઓનડ્યુટી લાંચ લેતો ઝડપાયો TRB જવાન

અમદાવાદ રખિયાલ ચાર રસ્તા ઓનડ્યુટી લાંચ લેતો ઝડપાયો TRB જવાન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.