ભાઈની ભાઈગીરી! ધર્મનો ભાઈએ ધર્મ નિભાવ્યો

ભાઈની ભાઈગીરી! ધર્મનો ભાઈએ ધર્મ નિભાવ્યો

0 0
Spread the love

Read Time:3 Minute, 57 Second

મોરૈયામાં મુસ્લિમ મામાએ હિન્દૂ દીકરીનું મામેરું ભરી નિભાવ્યો ભાઈનો ધર્મ

અમદાવાદ: લોકો ભલે મંદિર મસ્જિદના નામે વૈમનસ્ય માં રહે પણ અમદાવાદના છેવાડે આવેલા મોરૈયામાં એક મુસ્લિમ બિરાદરે મંદિર મસ્જિદના નામે ચાલતું વૈમનસ્ય નાબૂદ થાય તેવું કામ કરી અનોખી ભાઈગીરી કરી છે. અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામે હિન્દૂ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.

હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો અનેરો કિસ્સો અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યો છે. વાત કરીએ તો મોરૈયા ગામની જ્યાં હિન્દૂ મુસ્લિમ કૌમી એકતાના અતૂટ દર્શન જોવા મળ્યા. મોરૈયા ગામની દીકરી અંજલિબા સીસોદીયા રાણાના લગ્ન પ્રસંગે આ દીકરીનું ગામના ઇસ્માઇલખાન મલેક દ્વારા મામેરું ભરી કૌમી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં દીકરીના લગ્ન પ્રસંગે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઇસ્માઇલખાન અને તેમના આખા પરિવારે સોનાનો સેટ, રોકડ, ઘર વખરીના સામાન સાથે ભાણીનું મામેરું ભરી એક ભાઈ સાથે દીકરીના મામા તરીકેનો પવિત્ર ધર્મ નિભાવી સમાજમાં હિન્દૂ મુસ્લિમ માટે સમાજમાં અનોખો દાખલો સમાજ માટે બેસાડ્યો છે. આખું મોરૈયા ગામ આ કૌમી એકતાનું સાક્ષી સને સહભાગી બન્યું. વર્ષોથી અંજલીબાના માતા અને ઇસ્માઇલ ભાઈ સાથેના ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરતા તેઓના પણ વિવાહમાં સંપૂર્ણ જવાબદારી નિભાવી એક ભાઈ તરીકેનો ધર્મ નિભાવ્યો હતો ત્યારે ભાણી અંજલિબાના લગ્ન પ્રસંગે મામેરું અર્પણ કરી મામનો ધર્મ નિભાવી ખડેપગે ઉભા રહેતા જોવા મળ્યા. મોરૈયા ગામના લોકોએ પણ આ પ્રસંગની ખૂબ સરાહના કરી અને કૌમી એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. આવા કિસ્સાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને સમાજમાં એકબીજા પ્રત્યે શાંતિ સમૃદ્ધિ, વિશ્વાસને પ્રોત્સાહન આપે છે. વિવિધ કૌમો વચ્ચે ના ખટરાગ, દ્વેષ, કૌમ વચ્ચે ભેદભાવ રાખનાર લોકો માટે આ કિસ્સો લપડાક સમાન છે. ગુજરાત વિકસિત અને કાર્યશીલ રાજ્ય છે જ્યાં રથયાત્રા હોય કે ઇદ આજેય લોકો એકસહ મળી હિન્દૂ મુસ્લિમના અનેક પર્વને  સાથે ઉજવે છે. આ ઉદાહરણ દર્શાવે છે કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકબીજા સાથે પ્રેમ, શાંતિ અને ભાઈચારાથી જીવી શકે છે. ઇસ્માઇલખાન દ્વારા પેહલા ભાઈનો ધર્મ અને બાદમાં ભાણીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામનો ધર્મ નિભાવી એક ઉત્તમ કૌમી એકતાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે જે ખરેખર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપી ઝડપાયા અન્ય ત્રણ આરોપીઓ પકડથી દૂર

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપી ઝડપાયા અન્ય ત્રણ આરોપીઓ પકડથી દૂર

અમદાવાદ પોલીસનો પનો કેમ ટૂંકો પડે છે! જાણો પોલીસની પરેશાની

અમદાવાદ પોલીસનો પનો કેમ ટૂંકો પડે છે! જાણો પોલીસની પરેશાની

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.