
ગુજરાત DGP નો આદેશ હેલ્મેટ ડ્રાઇવ પણ પહોંચી કેવી રીતે વળાય
મંજૂર ૩૪૮૪ મહેકમ સામે માત્ર ૧૭૯૬નો સ્ટાફ કેવી રીતે થાય ડ્રાઇવ સફળ થાય
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની વારંવારની ટકોર બાદ છેલ્લા કેટલાક સમયથી વિવિધ શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવે છે અને લોકોને સલામત ડ્રાઇવિંગ માટે સમજાવવામાં અને જરૂર પડે દંડવામાં પણ આવી રહ્યા છે.
રાજ્યના DGP દ્વારા આદેશ કરવામાં આવ્યો કે તમામ સરકારી કચેરીઓ પાસે એક હેલ્મેટ ડ્રાઇવ ચલાવવામાં આવે અને તેમાં પણ વિશેષ જણાવવામાં આવ્યું કે સૌ પ્રથમ પોલીસકર્મીઓ પોતે પણ હેલ્મેટ પહેરે. ત્યારે આજે અમદાવાદમાં સંખ્યાબંધ સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ ચલાવવામાં આવી. જે લોકોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા હતા તેઓને બિરદાવવામાં આવ્યા અને જે લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી હેલ્મેટ વગર વાહન ચલાવતા હતા તેઓને મેમાં અને દંડ પણ વસુલવામાં આવ્યો.

પોલીસની પરેશાની…
શહેરમાં સુચારૂ રૂપે ટ્રાફિક સંચાલન થાય અને કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકનો નિયમના તોડે તે માટે પોલીસ કટિબધ્ધ છે પણ સૌથી મોટી પરેશાની એ છે કે ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ જ નથી.

અમદાવાદના પોલીસ કામ કરવા તૈયાર પણ મહેકમ ઓછી છે
એક તરફ ઉચ્ચ અધિકારીના આદેશ અને બીજી બાજુ ૫૦% જેટલો ઓછો સ્ટાફ. કેવી રીતે સુચારૂ સંચાલન શક્ય છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જસવંતસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ એક RTI માં અમદાવાદ પોલીસ કમિશનર કચેરી તરફથી મળેલા જવાબથી અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
જસવંતસિંહ વાઘેલાએ અમદાવાદ પોલીસ કમિશનર પાસે માહિતી માંગી હતી કે અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગમાં પોલીસ કર્મચારીઓની મહેકમ અને હાલની ફરજ પરના કર્મચારીઓની કેડર પ્રમાણે માહિતી માંગી હતી. જેમાં મળેલ માહિતીથી આપ સૌને આશ્ચર્ય થશે અને આપ પણ સમજી શકશો કે પોલીસ કેવી રીતે પહોંચી વળે.
અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગમાં હાલ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીની વિવિધ કેડર માટે ૩૪૮૪ની મહેકમ મંજૂર કરવામાં આવી છે જેમાં અંદાજે ૫૦% ઓછો સ્ટાફ છે જેની સંખ્યા માત્ર ૧૭૯૬ કર્મચારીઓ છે.
જાણો ક્યાં હોદ્દા ઉપર કેટલી જરૂર અને કેટલો ઓછો સ્ટાફ.
હોદ્દો મહેકમ/હાજર
JCP ૦૧/૦૧
DCP ૦૩/૦૩
ACP ૦૫/૦૨
PI ૨૦/૧૬
PSI ૧૩૬/૨૦
ASI / HC ૧૨૬૧/૬૧૦
PC. ૨૦૫૮/૧૧૪૪
કુલ જ્યાં ૩૪૮૪ કર્મચારીઓની મહેકમ મંજૂર થઈ છે. ત્યાં માત્ર ૧૭૯૬ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે આપ વિચારો કે શહેર ટ્રાફિક પોલીસ કેવી રીતે પહોંચી પડે. પોલીસ ગમે તેટલો પરસેવો પાડે પણ પનો તો ટૂંકો જ પડે.