અમદાવાદ  SVPI એરપોર્ટ પર નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સીમલેસ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી

અમદાવાદ  SVPI એરપોર્ટ પર નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સીમલેસ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી

0 0
Spread the love

Read Time:2 Minute, 25 Second




અમદાવાદ, ૫ માર્ચ ૨૦૨૫: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવતર પહેલ થકી મુસાફરો UPI, ડિજિટલ વોલેટ્સ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ-આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂકવવી શકશે, તેનાથી રોકડ વ્યવહારોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય છે.
 
નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ SVPI એરપોર્ટની ડિજિટલ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. વળી તે ભારત સરકારની ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ સાથે સુસંગત છે. મુસાફરો હવે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઇલ વોલેટ્સ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચુકવણી કરી શકે છે. એરપોર્ટ પર ફાસ્ટેગ-આધારિત લેન છે, જેનાથી માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટિક ડિડક્શન અને ઝડપી આવાગમન થઈ શકે છે.
 
આ પગલા સાથે SVPI એરપોર્ટ ફક્ત તેની પાર્કિંગ સેવાઓનું આધુનિકીકરણ જ નહીં પરંતુ સરળ ટ્રાફિક પ્રવાહને સક્ષમ કરવામાં તેમજ વિલંબ ઘટાડીને મુસાફરોના અનુભવમાં પણ સુધારો કરી રહ્યું છે. કેશલેસ સિસ્ટમ એક કાર્યક્ષમ અને અનુકૂળ પાર્કિંગ પ્રક્રિયા પૂરી પાડે છે, જે મુસાફરો અને મુલાકાતીઓ બંને માટે મુશ્કેલી-મુક્ત ચુકવણીમાં સહાય કરે છે.
 
SVPI એરપોર્ટ મુસાફરો માટે ડિજિટલ ગેટવે બનાવવા માટે FasTag આધારિત ગેટ્સની સંખ્યા વધારવાની પ્રક્રિયામાં છે, જેનાથી પાર્કિંગ અનુભવની ગતિ અને સુવિધામાં વધારો થાય છે. ચુકવણી સંબંધિત કોઈપણ સમસ્યા કે સહાય માટે મુસાફરો feedback.amd@adani.com પર સંપર્ક કરી શકે છે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

પ્રપંચી પોપ્યુલર બિલ્ડર પરિવારની વધુ એક પુત્રવધુની ન્યાય માટે લડત: એક પીએસઆઇ પાપમાં ભાગીદાર બન્યો

પ્રપંચી પોપ્યુલર બિલ્ડર પરિવારની વધુ એક પુત્રવધુની ન્યાય માટે લડત: એક પીએસઆઇ પાપમાં ભાગીદાર બન્યો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.