રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર )
ગુજરાત પોલીસને વધુ એક લાંછન લગાડતી ઘટના અરવલ્લી ખાતે બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.કારણકે LCB દ્વારા ઝડપી પાડેલા દારૂના મોટા જથ્થમાંથી ખુદ પોલીસે દારૂ ચોરીને ખેપ મારવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખલબલી મચી ગઈ છે. આ સમગ્ર કૌભાંડમાં LCB પીઆઈ સહીત 3 પોલીસકર્મીઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બે પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં LCB દ્વારા એક આઈસર ગાડીમા દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. ઝાડપાયેલી આઈસર ગાડી દારૂના જથ્થા સહીત જિલ્લા પોલીસવડાની ઓફિસ પાછળ પાર્ક કરવામાં આવી હતી. તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તે પહેલા આઈસર ગાડીમાં પડી રહેલા જથ્થામાંથી LCB પોલીસમા ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ એ એક કારમાં ગેરકાયદેસર રીતે કાયદાનો ડર રાખ્યા વગર દારૂ ચોરી લીધો હતો. જોકે દારૂ કોઈ ઠેકાણે પહોંચાડે તે પહેલાજ કુદરતી રીતે તેમનો ભાંડો ફૂટી જતા પોલીસની શાખને ફરી એક વખત ઝાટકો વાગ્યો છે.
તમને જણાવી દઈએ કે, અરવલ્લી LCB પોલીસે શામળાજી પાસેથી દારૂ ભરેલી એક આઈસર ગાડી ઝડપી પાડી હતી. અને ત્યારબાદ દારૂનો મોટો જથ્થો ભરેલી આઈસર ગાડીને મોડાસા ખાતે એસપી કચેરી ખાતે લાવી હતી. એસપી ઓફિસ પાછળ મુકેલી આઈસર ગાડીમાંથી LCB પોલીસમા ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ ઇમરાનખાન નજામિયા શેખ અને પ્રમોદભાઈ સુખદેવભાઈ પંડ્યાએ એક એસેન્ટ કારમાં દારૂનો જથ્થો ભરી ખેપ મારવા નીકળ્યા હતા. એસેન્ટ કારની પાઇલોટિંગ કરવા બંને પોલીસકર્મીઓ બાઈક ઉપર પાછળ પાછળ ચાલતા હતા. તે દરમ્યાન મોડાસાના કેશાપુરા નજીક એસેન્ટ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.
જોકે કાર પલ્ટી ખાઈ જતા પાઇલોટિંગ કરી રહેલા બંને પોલીસકર્મીઓ કાર મૂકી ભાગી છૂટ્યા હતા. કાર પલ્ટી ખાઈ જવાની જાણ મોડાસા ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મોડાસા ગ્રામ્ય પોલીસે કારની અંદર તપાસ કરતા તેની અંદરથી ઈંગ્લીશ દારૂની 120 બોટલ મળી આવી હતી jeni કિંમત 1.20 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. દારૂના મોટા જથ્થા સહીત ઝડપાયેલી એસેન્ટ કારનો કબ્જો મેળવી મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે લવાયો હતો.ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારો ઘટસફોટ થયો હતો.પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો LCB મા ફરજ બજાવતા ઇમરાનખાન શેખ અને પ્રમોદ સુખદેવ પંડ્યા નામના પોલીસકર્મીઓ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો. આ બંને પોલીસ્કર્મીઓએ દારૂના જથ્થાની ચોરી જિલ્લા પોલીસવડાની ઓફિસ પાછળ મુકેલી આઈસર ગાડીમાંથી કરી હોવાનું સામે આવતા ખુદ પોલીસ બુટલેગર બની હોવાનું જાણવા મળતા પોલીસબેડા માં ચકચાર મચી ગઈ હતી.
અરવલ્લી LCB પોલીસમા ફરજ બજાવતા ઇમરાન શેખ અને પ્રમોદ સુખદેવ રાવળે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાને કોના ઈશારે ચોર્યો? દારૂના જથ્થાની હેરાફેરી પોલીસકર્મીઓ કોના ત્યાં કરવાનાં હતા? ગુજરાત પોલીસને શર્મશાર કરતી આ ઘટનામા કોઈ અધિકારીની સંડોવણી છે કે શુ. ? આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલિસવડાએ કસૂરવાર પોલીસકર્મીઓ સામે તપાસ હાથ ધરી હતી જેમાં LCB ના પીઆઈ અને સમગ્ર ઘટના કાંડમા સંડોવાયેલા બંને પોલીસકર્મીઓ સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂની હેરાફેરી કરવાનાં કૌભાંડમાં કસૂરવાર પોલીસકર્મી ઇમરાન શેખ અને પ્રમોદ સુખદેવ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Views 🔥