શામળાજી ખાતે દર્શનાર્થે ગયેલા અમદાવાદનાં બાઈક સવારનું ડમ્પરની ટક્કરે મોત, મૃતકના પરિવારનો આશરો છીનવાઈ જતા હૈયાફાટ રુદન

0
શામળાજી ખાતે દર્શનાર્થે ગયેલા અમદાવાદનાં બાઈક સવારનું ડમ્પરની ટક્કરે મોત, મૃતકના પરિવારનો આશરો છીનવાઈ જતા હૈયાફાટ રુદન
Views: 78
0 0
Spread the love

Read Time:4 Minute, 55 Second

   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર )
       અમદાવાદનાં નરોડા ખાતેના છારાનગરમાં રહેતા અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવકનું શામળાજી ખાતેના દેવનીમોરી ગામ પાસે ડમ્પરની ટક્કરે કરુણ મોત નીપજ્યું હતું. મૃતક રતનભાઈ નાનચંદ ગુમાને વહેલી સવારે પોતાના ઘરેથી શામળાજી તીર્થધામે દર્શન કરવા નીકળ્યો હતો. પરંતુ શામળાજી પાસે આવેલા દેવનીમોરી પાસે બેફામ રીતે હંકારી રહેલા એક ડમ્પર ચાલકે અમદાવાદના બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવાર રતન ગુમાને ઉં 37 નું ડમ્પર નીચે કચડાઈ જતા ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા શામળાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

         ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારનાં છારાનગર ખાતે રહેતા એક મધ્યમ પરિવારનો સદસ્ય કે,જે છૂટક મજૂરી અને કપડા ઈસ્ત્રી કરવાનું વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર રતન ગુમાને ગતરોજ વહેલી સવારે પોતાનું બાઈક લઈ શામળાજીના દર્શન કરવા નીકળ્યો હતો. રતન ગુમાને ને સપનામાં પણ ખ્યાલ ન હતો કે તે પોતાના પત્ની અને બે બાળકો સાથે છેલ્લી વાર મળી રહ્યો છે. ભગવાન શામળાજીના દર્શનકરી પોતાના અને પોતાના પરિવારના દુઃખ દુર કરવાના સપના દિલમાં રાખી ઘરેથી નીકળી પડ્યો હતો. પરંતુ કાળ તેને ભરખી ગયો અને શામળાજી પાસેના દેવનીમોરી ખાતે એક ડમ્પરની ટક્કર વાગતા રતન નાનચંદ ગુમાને ઉપર ડમ્પર ના ટાયર ફરી વળતા રતન ગુમાનેના પ્રાણપખેરુ ઘટના સ્થળેજ ઉડી ગયા હતા. અજાણ્યા ડમ્પર ચાલક કે જે બેફામરીતે ડમ્પર હંકારી રહ્યો હતો તેમણે અમદાવાદનાં બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક ડમ્પરના ટાયર નીચે ચકદાઈ જતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

        શામળાજી ખાતે થયેલા ડમ્પર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં અમદાવાદનાં બાઈક ચાલક રતન ગુમાનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પહોંચતા તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને મૃતકના મોબાઈલ થી જાણવા મળ્યું હતું કે મૃતક રતન ગુમાને અમદાવાદનો રહેવાસી છે. જેથી પોલીસે તાત્કાલિક મૃતકના પરિવારને જાણ કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા રતન ગુમાનેના મોટાભાઈ શંકરભાઇ ગુમાને અને તેમના પરિવારજનો તાત્કાલિક શામળાજી પહોંચી જઈ લાશની ઓળખ કરી હતી. અને ત્યારબાદ ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવી  મૃતકનું પોસ્ટમાર્ટમ કરાવીને મૃતદેહ અમદાવાદ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

          મધ્યમ વર્ગીય પરીવારનું એકનો એક આશરો હતો કે જે પોતે મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો, એને અચાનક કાળ ભરખી જતા મૃતકની પત્ની, અને એક દીકરી અને દીકરા ઉપર આભ ટુટી પડ્યો હતો. મૃતક રતન ગુમાનેના પાર્થિવ શરીરને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈને અરસ પરસ અને પાડોસમાં રહેતા લોકોની આંખોમાં આંસુ સરી પડ્યા હતા. કારણકે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના મોભ સમાન વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજતા પરીવારનું ગુજરાન કોણ ચલાવશે તેવા અનેક સવાલો લોકોના મનમાં સતત ભ્રમણ કરી રહ્યા હતા. મૃતક રતન ગુમાનેની પત્ની અને બે  બાળકોનું આક્રદ જોઈ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ ઘટના સંદર્ભે શામળાજી પોલીસે મૃતકના ભાઈ શંકરભાઇ નાનચંદ ગુમાનેની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Views 🔥 શામળાજી ખાતે દર્શનાર્થે ગયેલા અમદાવાદનાં બાઈક સવારનું ડમ્પરની ટક્કરે મોત, મૃતકના પરિવારનો આશરો છીનવાઈ જતા હૈયાફાટ રુદન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed