Read Time:1 Minute, 0 Second
અમદાવાદમાં
ગલીએ ગલીએ, ચા ની કીટલી
અડધી માંથી અડધી થાય અમદાવાદમાં….
પતંગની તો વાત જ ન કરતા,
ઉતરાયણ પહેલા ઉતરાયણ ઉજવાય અમદાવાદમાં…
રિક્ષાઓના ધુમાડા અને એ.એમ.ટી.એસની ઘુરાટ્ટી વચ્ચે,
સ્કુટરો- બાઇકોની હરીફાઈ થાય અમદાવાદમાં….
પોળો-ગલીઓમાં ભુલા પડી જાવ તો પણ,
ફરી-ફરીને તે જ ઠેકાણે આવી જાવ અમદાવાદમાં…
કાંકરિયાની શાન અમદાવાદમાં,
રિવરફ્રન્ટનું માન અમદાવાદમાં,
સ્ટેડિયમ મોટું છે અમદાવાદમાં,
હૃદયનું સંગીત છે અમદાવાદમાં,
નથી છૂટતો પ્રેમ અમદાવાદમાં,
નથી થયો દુઃખી અમદાવાદમાં,
રઈશ બન્યો અને રહીશ જ અમદાવાદમાં,
જીવીશ અને મરીશ અમદાવાદમાં,
શરીરમાં દિલ ધડકે જેમ,
ગુજરાતની ધડક છે અમદાવાદમાં,
નીરજ તો બસ ચાલતો રહેશે અમદાવાદમાં….
-કવિ નીરજ
Views 🔥