કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર થયા બાદ કલેક્ટરે બીજેપીની એક મહિલા ઉમેદવારને વિજેતા જાહેર કરી;કલેક્ટરની ગંભીર ભૂલ બહાર આવી
35000 વોટ ધરાવતા સિંધી સમાજ માંથી કોઈ ઉમેદવાર જીતી શક્યાં નથી
અમદાવાદ: કુબેરનગર વોર્ડમાં યોજાયેલી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કલેક્ટરની મોટી ભૂલ સામે આવી છે.કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર કર્યા બાદ ભૂલ સમજાવતા આજે મોડી રાત્રે તંત્ર દોડતું થયું હતું.કલેક્ટરની ટીમ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના ઘરે રાત્રીના ત્રણ વાગે પોલીસ કાફલા સાથે આવી ઊંઘ માંથી જગાડ્યા હતા.તમામ ઉમેદવારોને પત્ર આપી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર જવાદીશ મોહનાની ના બદલે ગીતાબેન ચાવડાને બીજેપી માંથી જાહેર કર્યા હોવાનો પત્ર આપવાની ફરજ પડી હતી.બીજી તરફ બીજેપીએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર નીકુલ તોમરની એફિદાવીતને પણ કોર્ટમાં પડકારવાની તજવીજ હાથ ધરી હોવાની સૂત્રો જણાવી રહ્યા છે.
મહા નગર પાલિકાની ચૂંટણીમાં સમગ્ર અમદાવાદમાં ભગવો ફરી એકવાર લહેરાયો હતો.પરંતુ કુબેરનગર વોર્ડમાં નરોડા વિધાનસભાના ધરાસભ્ય બલરામ થાવાની ના કારતુસો ના કારણે બીજેપીની આખી પેનલને હારનો સામનો કરવો પડ્યો હતો.મત ગણતરી સમયે કલેક્ટરે કોંગ્રેસની પેનલ ને વિજેતા જાહેર કરી હતી.પરંતુ ચૂંટણી અધિનિયમ ની જોગવાઈઓને ધ્યાન માં રાખી બે મહિલા ઉમેદવારો ને ફરજીયાત વિજેતા જાહેર કરવાની જોગવાઈ છે.પરંતું પુરુષ ઉમેદવાર કરતા ત્રીજા ઉમેદવાર બીજા કરતા વધુ મત મેળવે તો વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા બની શકે છે.તેને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક ધોરણે કોંગ્રેસના વિજેતા જાહેર કરેલા ઉમેદવાર જગદીશ મોહનાની ના બદલે બીજેપીની ગીતાબેન ચાવડાને મોડી મોડી રાત્રે વિજેતા જાહેર કરતા કાનૂની ગુંચવણ ઉભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 35000ની વસ્તી ફરવતા સિંધી સમાજના અલગ અલગ પાર્ટીમાંથી 3 ઉમેદવાર ઉભા હોવા છતાં જીતી શક્યા નહી હોવાનું પહેલી વાર સામે આવ્યું છે.
Views 🔥