જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.

જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.

0 0
Spread the love

Read Time:3 Minute, 1 Second
Views 🔥 જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.


જામનગર:  રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ જામનગરની મુલાકાતે છે ત્યારે આયોગના સભ્યશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ચંદ્રેશ ભાભી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જિલ્લા સ્તરે કરવામાં આવેલ મહિલા કલ્યાણલક્ષી કામગીરીઓની પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગતની કામગીરી, દિકરીઓનું પ્રમાણ વગેરે બાબતો વિશે જામનગર જિલ્લા દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે આયોગના સભ્ય શ્રી ડો. રાજુલબેન દેસાઈએ મહિલાલક્ષી યોજનાઓ, કાયદાઓ અને આરોગ્યલક્ષી યોજનાઓ બાબતે વિશેષ જાગૃતિ લાવવા જાગૃતિલક્ષી કાર્યક્રમોનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું તેમજ બાળકીઓને ગુડ ટચ બેડ ટચની ટ્રેનીંગ, મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓ વિશે અને તેની સામે કાયદાકીય જ્ઞાન મહિલાઓને પૂરતું મળી રહે તે માટે મહિલા પોલીસ, બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓને ખાસ કાર્યક્રમો કરવા અંગે પણ તાકીદ કરી હતી. સરકાર તેમજ ખાનગી ક્ષેત્રે પણ કાર્યરત મહિલાઓને કામના સ્થળે શોષણ કે મેટરનીટી બેનિફિટ્ જેવી બાબતોના પ્રશ્નો અંગે તેમજ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં થતાં બાળ લગ્ન અટકાયત વિશેની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. સભ્યશ્રીએ મહિલા આયોગ દ્વારા મહિલા ઉત્થાન માટે જિલ્લા કક્ષાએથી વધુ સઘન કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે જામનગરને વધુ આગળ લાવવા સભ્યશ્રી અપીલ કરી હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પી.શ્રી, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા, ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવાર, સી.ડી.પી.ઓ શ્રી તેમજ મહિલા અને બાળકલ્યાણ સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.

બનાસકાંઠા માટે ગર્વ સમાન દીકરી એવા રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો રાજુલબેન દેસાઈએ લીધી જામનગરની મુલાકાત.

જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.

ગાંધીનગરના લેકાવાડા ખાતે જીટીયુનું નવુ અદ્યતન બિલ્ડીંગ નિર્માણ કરાશે – સરકાર દ્વારા રૂ.260 કરોડની ગ્રાંટ મંજૂર

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.