અમદાવાદ એરપોર્ટ ખાતે સ્પાઇસજેટની ફ્લાઇટ રદ્દ થતાં થયો હંગામો!
૧૨૫-થી ૧૫૦ જેટલા પેસેન્જર રજળી પડતા પેસેન્જરો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો
અમદાવાદ: વિકાસની હરણફાળ એ સૌ કોઈ આગળ વધવા માંગે છે માટે જ વિમાની મુસાફરી દિવસે ને દિવસે વધી રહી છે. પરંતુ અરજન્ટ મુસાફરીની જગ્યાએ ફ્લાઇટ ના ધાંધિયા સામે આવતા અમદાવાદ એરપોર્ટ ઉપર અવારનવાર પેસેન્જર અને તંત્ર વચ્ચે રકઝક જોવા મળે છે.
મુસાફર નો આક્રોશ
https://x.com/NitishDeshpand7/status/1846294291750310106?t=mhwddagHmP02xz7tog_B_Q&s=19
અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ જે સવારે પાંચ વાગે ઉડાન ભરવાની હતી જેના માટે આખી રાતના ઉજાગરા સહન કરી પેસેન્જર રાત્રે ત્રણ વાગ્યાના સમયે પોતાની ફ્લાઇટ પકડવા પહોંચી ગયા હતા. પરંતુ અચાનક સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ રદ્દ કરવાનું જાહેર કરવામાં આવતાં પેસેન્જરો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે હંગામો મચાવવામાં આવ્યો.
સામાન્ય રીતે કોઈપણ ફ્લાઇટ રદ્દ થાય તો ઉડયન કંપની દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે અને ફ્લાઇટ રદ્દ થવાનું ચોક્કસ કારણ પણ જણાવવામાં આવે છે. પરંતુ સપાઇસ જેટ દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા ના કરવામાં આવતા પેસેન્જર વિફર્યા હતા. અને હંગામા બાદ કેટલાક પેસેન્જર માટે સ્પાઈસ જેટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી પરંતુ મોટાભાગના મુસાફરો અટવાયા હતા ત્યારે સ્પાઈસ જેટ ના મેનેજમેન્ટ બાબતે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સ્પાઇસ જેટ અને ફલાઈટના ધાંધિયા
આજની ઘટના કોઈ પહેલી ઘટના નથી કે જેમાં ફ્લાઇટ અચાનક રદ્દ કરી દેવામાં આવી હોય. આ અગાઉ પણ અનેકો વખત સ્પાઈસ જેટ ની ધાંધલિયો બહાર આવી જ છે. અત્ર નોંધનીય છે કે વહેલી સવારે અમદાવાદ દિલ્હી ની ફ્લાઇટ રદ્દ થયા બાદ અમદાવાદ થી દુબઈ જતી સ્પાઈસ જેટ ની વધુ એક ફલાઇટ આંઠ કલાકથી વધુ લેટ થતાં મુસાફરો પરેશાન થયા હતા.