ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ના હસ્તે મોરબીના યુવાનનું સન્માન

Share with:


Views 🔥 web counter

ડોલર ચુડાસમા, મોરબી
મોરબી: તાજેતરમાં મુંબઈ ખાતે રાષ્ટ્રીય સ્તરની પેઈન્ટર ચેલેન્જ પ્રતિયોગીતા યોજાઇ હતી. જેમાં મોરબીના અબદેશસિંહ રાજપુત પ્રથમ નંબરે વિજેતા બની મહેન્દ્રસિહ ધોનીના હસ્તે ઇનામ રૂપે બાઇક મેળવી સમગ્ર મોરબીનું નામ દેશમાં ગુંજતું કર્યું છે.મોરબીના અબદેશસિંહ રાજપુતે નેશનલ લેવલની પેઇન્ટર ચેલેન્જ પ્રતિયોગીતા ઈન્ડિગો પેન્ટ કંપનીમાંથી લીધો હતો. આ પ્રતિયોગિતામાં ગુજરાતમાંથી એકમાત્ર મોરબીના અબદેશસિંહ રાજપુત પ્રથમ નંબરના વિજેતા જાહેર થયા હતા.
અબદેશસિંહ રાજપુતે નેશનલ લેવલની પ્રતિયોગિતામાં ગુજરાત રાજ્યનું અને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. સાથે મોરબીમાં પટેલ કલર વર્લ્ડ શોપનું પણ ગૌરવ વધારેલ છે. આ પ્રતિયોગિતામાં સમગ્ર દેશમાંથી 20 પેઈન્ટર વિજેતા બનેલ. જેમાં દરેક વિજેતાને ઈન્ડિગો પેન્ટ કંપની વતી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનાં હસ્તે બાઈકની ચાવી આપી દબદબાભેર સન્માનિત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ મુંબઈના રાજકુમાર સ્ટુડિયોમાં યોજાયો હતો.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed