ડોલર ચુડાસમા, મોરબી
મોરબીમાં તા.12ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 1 વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર ખાતે વિવિધ જાતના ફૂલછોડ,ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ,પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેશી ઓસડીયા, પંચામૃત, લીંબુ, આદું, ઠંડાઈ, આંબળા વગેરેના પાવડર, હર્બલ ટી,લીલા નાળિયેર (ત્રોફા), બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આ ઉપરાંત બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ,મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકાપામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપાના રૂ.૨૦ લેખે, ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.