અરિહા કો વાપસ લાના હૈ…..! કલેકટર ને આવેદન પત્ર ( સંવેદના પત્ર) આપવા નો સિલસિલો ચાલી રહ્યો છે….

અરિહા કો વાપસ લાના હૈ…..! કલેકટર ને આવેદન પત્ર ( સંવેદના પત્ર) આપવા નો સિલસિલો ચાલી રહ્યો છે….
Views: 11
0 0
Read Time:2 Minute, 2 Second
Views 🔥 web counter


અમદાવાદ:28’09’2022

જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરી ને ભારત લાવવા માટેની માંગ હવે ઉગ્ર બનતી જાય છે ..અને ગુજરાત ના વિવિધ શહેરોમાંથી કલેક્ટરને આવેદન પત્ર રૂપે સઁવેદના પત્ર આપવામાં આવી  રહ્યા છે.

એક અઠવાડિયામાં જ સુરત, ભુજ , સુરેન્દ્રનગર, વેરાવળ અને આજે અમદાવાદ માં પણ દીકરીના પરિજનો અને જૈન તેમજ વિવિધ સમાજના માનવતા પ્રેમીઓ બંધુઓ એ અમદવાદ ની કલેકટર કચેરીની બહાર પોસ્ટર સાથે અરિહા બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદ ના જૈન સમાજ ના લોકો એ એક એક વર્ષ થી પીડાતી બાળકીની વેદનાને સઁવેદના પત્ર રૂપે કલેકટર ને સુપ્રત કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે…આ ઘટના દરમિયાન સઁવેદના પત્ર આપવામાં આવેલા સામાજિક કાર્યકર્તાઓ એ કલેકટર કચેરીમાં માતાજી ની આરતી પણ ઉતારી હતી જેથી પ્રભુ પણ સરકાર ને આ બાળકી ને જલ્દી ભારત લાવવા ની પ્રેરણા આપે.

જર્મની સરકાર દ્વારા એક એક વર્ષ થી ફોસ્ટર કેયર માં રાખવામાં આવેલી બાળકી અરિહા ના મૂળભૂત અધિકારો નું ઉલ્લંઘન થી રહ્યું છે એની રજૂઆતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવાતા સમગ્ર જાણ સમાજ ના મોટા ગુરુભગવંતો માં એક રોષ ની લાગણી ઉત્પન્ન થઈ રહી છે. જૈન સમાજ ની બીજા બધા સમાજ ના લોકો પણ જોડાઈ રહ્યા છે અને શોશિયલ મીડિયા માં ઉગ્ર રીતે સરકાર ને આ બાળકી જલ્દીથી પાછી લાવવા માટે અપીલ કરી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed