8મી ડિસેમ્બરના રોજ થશે વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહા અધિવેશન
કેનેડાના ઉદ્યોગપતિને આવ્યો વિચાર
નાના નાના ગોળમાં વહેંચાઈ ગયો છે સમાજ
ગાંધીનગર: 23’11’2022
આંજણા ચૌધરી સમાજ પ્રતિષ્ઠિત અને ખુદ્દાર સમાજ છે. ચૌધરી સમાજ પોતાની મહેનત અને એકતા માટે જાણીતો છે. છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં મુદ્દો અને મીડિયામાં હેડલાઈન બની રહ્યો છે આંજણા સમાજ. ત્યારે ગુજરાતની ધરતી પર ૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ વિશ્વ આંજણા સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ગામડાથી લઈને વિદેશોમાં રહેતા આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહી પોતાની એકતાનો પરીચય આપશે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સાલૈયા ગામે વિશ્વ આંજણા સમાજનું મહા અધિવેશન મળશે. આ મહા અધિવેશનનો ઉદ્દેશ્ય આંજણા સમાજના અલગ અલગ જિલ્લા, રાજ્ય અને દેશમાં રહેતા લોકો એક છત નીચે આવી સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી વિકાસમાં યોગદાન આપે તે માટેનો છે. આંજણા ચૌધરી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત કરવી અને સમાજની શૈક્ષણિક, વૈચારિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આ અધિવેશનમાં ચર્ચા અને ચિંતન કરવામાં આવશે.
ભારતમાં આંજણા સમાજ અલગ અલગ જિલ્લા અને રાજ્યમાં વસવાટ કરે છે. દેશમાં જ નહી વિદેશમાં પણ આંજણા ચૌધરી સમાજના લોકો વસવાટ કરી રહ્યાં છે. ગોળ પ્રથાને કારણે સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાયો છે તેમ છતાં હંમેશા આંજણા સમાજ એકબીજા સાથે મજબૂતાઈથી સંકળાયેલો રહ્યો છે. આંજણા સમાજના મહા અધિવેશનનો અણમોલ વિચાર ચૌધરી સમાજના અમેરિકી – કેનેડિયન ઉદ્યોગપતિ રમણભાઈ ચૌધરીને આવ્યો હતો. રમણભાઈ પોતાના વેપારમાંથી સમય કાઢી સમાજના આ ભગીરથ કાર્ય માટે છેલ્લા ત્રણ મહિનાથી વતન આવીને અધિવેશનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. ૨૦ નવેમ્બરમાં રોજ સોલૈયા ખાતે આ અધિવેશન માટેના સ્થળનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંત પી પી સ્વામી સહિતના સંત ગણ ઉપસ્થિત રહ્યા હતા.