કોંગ્રેસ નેતાના કડવા બોલ! પીએમ મોદીની હત્યા માટે તૈયાર થઈ જાઓ
મધ્યપ્રદેશ: 12’12:2022
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમની હત્યાની વાત કરી છે. પટરિયાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ મામલાને ગંભીરતાને ધ્યાનમાં લેતા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
પટરિયાએ માહોલ ગરમાતો જોઈને પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, હું મોદીને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યો હતો. જેમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નહોતો. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. બીજી તરફ પટેરિયાના વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા સાંભળવા મળે છે.
પટેરિયાએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખતમ કરી દેશે. ધર્મ, જાતિ, ભાષાના આધાર પર લોકોનું વિભાજન કરી દેશે. દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો સંવિધાન બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પટેરિયાનો આ વાયરલ વીડિયો પન્ના જિલ્લાના પવઈનો છે.