સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન
21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી
81 નગરપાલિકાની ચૂંટણી પણ 21મી ફેબ્રુઆરીએ
28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી
231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ 28મી ફેબ્રુઆરીના રોજ
તમામની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે
આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ
ગાંધીનગર: રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી અને નગર પાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગર પાલિકા અને જિલ્લા પંચાયતની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.
Views 🔥