ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ 

ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ 

0 0
Spread the love

Read Time:4 Minute, 34 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી ઉમેદવારોને ઉતારશે
અસદુદ્દીન ઓવૈસી પણ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પાર્ટીના પ્રોત્સાહન માટે અમદાવાદ, ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા : મેમ્બરશીપ ડ્રાઇવ માટે ફોન નંબર જાહેર કરાયો

અમદાવાદ, તા.૨૩
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ- મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ આજે ગુજરાતમાં વિધિવત પ્રવેશ કર્યાંની જાહેરાત કરી છે. આ પ્રસંગે પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલા અને સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઇ ભટ્ટી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાતની પ્રજાને અસરકારક રાજકીય વિકલ્પ આપવાની નેમ વ્યક્ત કરી હતી. થોડાં સમય પહેલાં જ ગુજરાતની ભારતીય ટ્રાઇબલ પાર્ટ (બીટીપી)ની સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભરૂચ નગર પાલિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલા અને સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઇ ભટ્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં તેમની પાર્ટી તરફથી મહત્તમ ઉમેદવારો ઉભા રાખવાની અને ભરૂચ નગરપાલિકામાં પણ તેમના મજબૂત ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી. અસદુદ્દીન ઓવૈસી પણ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પાર્ટીના પ્રોત્સાહન માટે અમદાવાદ, ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા તેમણે વ્યકત કરી હતી.


આ પ્રસંગે એઆઇએમઆઇએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલાએ જણાવ્યું હતું કે, “વર્તમાન ભાજપ સરકારે મુસ્લિમ, દલિત, આદિવાસી, ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે અને તેના કારણે હજી પણ મોટી સંખ્યામાં લોકો મૂળભુત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી તથા વિરોધપક્ષમાં રહીને પણ કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતની જનતાને એક મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે, જે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના તમામ લોકોના કલ્યાણ માટે સતત કાર્યરત રહે.મને વિશ્વાસ છે કે ઓવૈસી સાહેબના નેતૃત્વ હેઠળ અમે ગુજરાતમાં સારું પ્રદર્શન કરીશું.” પાર્ટી ટૂંક સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 15 વોર્ડ ઉપર તથા ભરૂચમાં બીટીપી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગ ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે અસદુદ્દીન ઓવૈસી પણ અમદાવાદ અને ભરૂચમાં સભા કરશે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.
તો, સ્ટેટ જનરલ સેક્રેટરી હમિદભાઇ ભટ્ટીએ જણાવ્યું હતું કે, “આજે અમે મેમ્બરશીપ ડ્રાઇવ અંતર્ગત ફોન નંબર જાહેર કર્યો છે તથા ચૂંટણી સમાપ્ત થયાં બાદ સંગઠનના માળખાની રચના કરવામાં આવશે. હાલ અમારું ધ્યાન અમદાવાદ અને ભરૂચમાં યોજાનારી ચૂંટણીઓ ઉપર છે, જે અંતર્ગત અમારી પાર્ટી વતી ઉમેદવારી કરવા ઇચ્છતા ઉમેદવારોના બાયોડેટા જોયાં બાદ તેમની સાથે વ્યક્તિગત મુલાકાતો યોજવામાં આવી છે. આ ચૂંટણીઓમાં અમે સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે કટીબદ્ધતા સાથે જનતા વચ્ચે જઇશું.”

Views 🔥 ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ 

રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.

જેતપુર તાલુકામા થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ફરીયાદી પોતે લૂંટારો નીકળ્યો, રાજકોટ ગ્રામ્ય LCB એ ષડયંત્રનો પર્દાફાશ કર્યો

જેતપુર તાલુકામા થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ફરીયાદી પોતે લૂંટારો નીકળ્યો, રાજકોટ ગ્રામ્ય LCB એ ષડયંત્રનો પર્દાફાશ કર્યો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.