“ઝડપની મઝા મોતની સજા”, ઉતાવળ તે શેતાનનું કામ જેવા ઘણા સૂત્રો જાહેર માર્ગો ઉપર આપે જોયા હશે. સરકારી તંત્ર અને સામાજિક સંઘઠનો દ્વારા થતા અનેક વખત ટ્રાંફિક અવેરનેસ માટે કાર્યક્રમો કરતા જોયા હશે. ત્યારે વાહન ચાલકોને જાગૃત કરવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા એક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
સાબરકાંઠા પોલીસ દ્વારા હિંમતનગરમાં આવેલ જિલ્લા પોલીસ હેડકવાટર બહાર પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અને રોડ સેફટીની જાગૃતિ માટે દ્વિચક્રીય વાહન ચાલકોને વિશેષ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકોને આજે જાહેર માર્ગ ઉપર રોકવામાં આવ્યા. અંદાજે 100 જેટલા દ્વિચક્રીય વાહન ચાલકોને રોકીને તેઓને પોતાની સ્વ કાળજી માટે કેવી તકેદારીઓ રાખવી તેની માહિતી સાથે હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલની હાજરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. બાઈક ચાલકોને કોઈ અકસ્માતની ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિકના નિયમને લઈને દંડ કરવાને બદલે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં બાઇક ચાલકો હેલ્મેટ ના પહેરવાના કારણે ઘણા બાઈક ચાલકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જોકે પોલીસ દ્વારા અવારનવાર બાઇક ચલાકોને હેલ્મેટ પહેરવા માટે જાણ કરવામાં આવે છે, છતાં બાઇક ચાલકો બેફામ બાઈક ચલાવીને અકસ્માત ના કારણે મૃત્યુ પામતા હોય છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા હતા. 100 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હેલ્મેટ ફરજિયાત પહેરવાની સૂચનાઓ આપી હતી. હેલ્મેટ વિતરણ નું સમગ્ર સંચાલન હિંમતનગર હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એસ. જે. પંડ્યા તથા પી.એસ.આઇ વિમલ ચૌહાણે કર્યું હતું.