રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમા રાજકોટ ખાતે ફરજ બજાવતા
જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સંદીપભાઈ ક્રિશ્ચન સામે તેમની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવી છે. જજ ની પત્નીએ પોતાના પતિ ઉપર ગંભીર આક્ષેપો લગાડ્યા છે. આ ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી છે.ફરીયાદી મહિલાના લગ્ન આજથી અગિયાર વર્ષ પહેલા સામાજિક રીતિ-રિવાજ મુજબ થયેલા છે. પરંતુ મહિલાએ કરેલી ફરીયાદ અનુસાર જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેમના પતિ તેમને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા આવ્યા છે તેમજ મહિલાના પતિ તેની મરજી વિરૃદ્ધ બળજબરી થી શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતા તેમજ અન્ય એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાનો પતિ કે જે હાલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ છે તે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરવા પણ મજબુર કરતા હતા અને જો તેમની પત્ની આવું કરવાનું ના પાડે તો પતિ તેની સાથે મારપીટ કરતો અને છૂટાછેડા આપવાની ધમકી આપતો હતો.તેમ છતાં પતિની આવી બીભત્સ માંગણીઓનો પત્નીએ અસ્વીકાર કરેલ છે.
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં જજ સંદીપભાઈ ક્રિશ્ચન સામે નોંધાવેલ ફરીયાદમા તેમની પત્ની એ પોતાના પતિ કે જે હાલ રાજકોટ ખાતે જજ તરીકે ફરજ બજાવે છે તેના ઉપર ખુબજ ગંભીર પ્રકારના આક્ષેપ લગાડતા જણાવ્યું છે કે, જયારે તે માસિક ધર્મમાં હોય ત્યારે પણ તેના પતિ તેની સાથે શારીરિક સબંધ બાંધવાની ફરજ પાડતા હતા. અને જો તે તેની વાતનો અસ્વીકાર કરે તો તે ગુસ્સામાં આવી જતા અને તેની સાથે મારપીટ કરતા હતા. એટલુંજ નહી એક વખત આવી વિકૃત માંગણીઓ નો પત્નીએ ઇન્કાર કર્યો ત્યારે તેના પતિએ ખુબજ ગંદી ગાળો બોલીને તેને પાછળના ભાગે લાફા માર્યા હતા જેના લીધે તેની પત્નીના મણકા ખસી ગયેલ હતા. આ વાતની જાણ મહિલાએ પોતાના સાસુ સસરાને પણ કરી તેમ છતાં તેઓ પોતાના દીકરાનું ઉપરાણું લઈને તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપતા અને મેણાં ટોણા મારી પોતાના પિતા પાસેથી પૈસા લઈ આવવાની વાતો કરી દબાણ કરતા હતા.
અગિયાર વર્ષના લગ્ન જીવનમાં મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો જેમાં એક દીકરો અને એક દીકરી છે. ફરીયાદી મહિલાનો પતિ જજ હોય તેમની બદલી જુદા જુદા જિલ્લાઓમા થાય છે જેથી બાળકોનો ઉછેર તેમને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી મહિલાના ઉપર રહે છે. અને એક સારી માતાની તમામ જવાબદારી તે સારી રીતે નિભાવી રહી છે. પરંતુ મહિલા પોતાના પતિ ઉપર બાળકોના અભ્યાસ અને તેમના દેખરેખ માટે પણ બે જવાબદાર ગણાવી આક્ષેપ લગાવે છે કે જયારે તેમના પતિ સંદીપ ક્રિશ્ચન લુણાવાડા ખાતે ફરજ પર કાર્યરત હતા ત્યારે તેના પતિ દર મહિને પોતાની પત્નીને માત્ર 5 થી 7 હજાર રૂપિયાજ મોકલતા હતા, જે આજના મોંઘવારીના જમાનામાં ખુબજ ઓછા કહી શકાય. તેમ છતાંય પોતાના બાળકોને ભણાવવા માટે પોતે સ્કૂલમા ટીચર તરીકે નોકરી કરતા હતા અને થોડી ઘણી મદદ મહિલાના માતાપિતા પણ કરતા હતા.પરંતુ ત્યારબાદ જજ સંદીપ ક્રિશ્ચનની બદલી અન્ય જિલ્લામાં થયા બાદ દર મહિને પત્નીના એકાઉન્ટમાં 25 હજાર રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું જાણવા મળ્યુ છે.
હાલ ફરીયાદી મહિલા ગાંધીનગર ખાતે પોતાના પતિએ બેંક લોનથી લીધેલા ઘરમાં રહે છે. અને જયારે પણ તેના પતિ રજા સમયે ઘરે આવે ત્યારે તેને સેક્સયુઅલ હેરેસમેન્ટ આપતા હોવાનો આક્ષેપ તેમની પત્ની દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યું છે. જજ સંદીપ ક્રિશ્ચનની પત્ની એ પોતાની ફરીયાદમા આક્ષેપ કર્યો છે કે તેનો પતિ પોર્ન મૂવી જોવાનો ખુબજ શોખીન છે અને જેવી રીતના પોર્ન મૂવીમા આસન કરવામાં આવે છે તેવીજ રીતના બીભત્સ આસનો કરવા તેઓ પોતાની પત્નીને ફરજ પાડતા હતા. અને જો તે તેમની વાતનો ઇન્કાર કરે તો તેનો પતિ વિકૃત બની જઈને તેની સાથે અમાનવીય વ્યવહાર કરતો અને તેને ગંદી ગાળો બોલી મારપીટ કરતો અને ગુસ્સામાં આવી જઈને પોતાનો પિત્તો ગુમાવી દેતા અને દીવાલ ઉપર ફેંટો મારવી તેમજ ખુરશી ટેબલ ઉપર લાતો મારતા હતા. અને છૂટાછેડા આપવાની ધમકી આપી બળજબરી પૂર્વંક પોતાની માંગણી સ્વીકારવા દબાણ કરતા હોવાનું ગંભીર આક્ષેપો કરતી ફરીયાદ અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમા નોંધાવતા ખળબળાટ મચી ગયો હતો. કારણકે જેમની સામે એક મહિલાએ ફરીયાદ નોંધાવી છે તે પોતે એક જજ છે. જે વ્યક્તિ પોતે ગુનેગારોને તેમના કૃત્યો બદલ સજા આપતો હોય તે વ્યક્તિ પોતે આવા વિવાદમાં ફસાઈ જાય તો સુ થાય. જેથી આ મામલે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે આ ફરીયાદ અગાઉ નવેમ્બર 2020 મા જજ સંદીપભાઈ ક્રિશ્ચન દ્વારા પણ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની વિરૃદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જજ સંદીપભાઈ ક્રિશ્ચન દ્વારા કરાયેલી ફરિયાદમાં તેમને પોતાની પત્નીએ સાડાચાર લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.અને બીજી એક નોટિસ મોકલી તેમની પત્ની પાસે તેમની ફોર વ્હિલર કારની માંગણી કરી છે. આ ફરીયાદ બાબતે પણ તપાસ ચાલુ છે. તો બીજીતરફ પોતાના પતિના માનસિક શારીરિક અને જાતીય સતામણી તેમજ સાસુ સસરાના ત્રાસથી કંટાળીને તમામ વિરુદ્ધ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમા ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા ફરીયાદી મહિલાએ પોતાના પતિના ઉપર કરેલા અતિ ગંભીર આક્ષેપ કે જેમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરાઈ છે તે સંદર્ભમાં જજ સંદીપ ક્રિશ્ચનની પત્નીને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. તેમજ પોલીસ હવે આ કેસમાં કેવી રીતના પગલા ભરશે તે તપાસ બાદ જાણવા મળી શકશે.
Views 🔥