ડિસેમ્બર 2019 બાદ ફરી દૂધના ભાવમાં રૂ. 2નો વધારો
દેશભરમાં નવા ભાવ 1 જુલાઈથી લાગુ થશે
2014ના રાજકારણમાં પ્રચલિત ફિલ્મી ગીત આપને યાદ હશે, મંહેગાઈ ડાયન ખાયે જાત હૈ! વધતી જતી મોંઘવારીએ ફરી એક વખત માધ્યમ વર્ગની કમર તોડી છે. સતત પેટ્રોલના વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં તેમ જ દિલ્હી એનસીઆરમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.૨ નો વધારો તારીખ ૧ જુલાઇ, ૨૦૨૧ થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. અમદાવાદમાં અમૂલ ગોલ્ડની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૨૯ રહેશે, અમૂલ તાજાની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.ર૩ અને અમૂલ શકિતની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૨૬ રહેશે. પ્રતિ લીટર ગ઼.ર નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં ૪% જેટલો વધારો સયૂવે છે જે સરેરાશ ખાદ્યન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે.
કિંમતમાં સુધારો સમગ્ર ભારતના અન્ય માર્કેટો કે જયાં અમૂલ તેના ફ્રેશ દૂધનું મહત્તમ વેચાણ કરે છે ત્યાં પણ લાગુ કરવામાં આવી રહયો છે.
એ નોંધનીય છે કે છેલ્લા ૧.૫ વર્ષમાં અમૂલ ધ્વારા તેના ફ્રેશ દૂધની બનાવટોમાં કોઇ પણ ભાવ વધારો કરવામાં નથી આવ્યો. આ સમયગાળા દરમ્યાન ઉર્જા, પેકેજીંગ, લોજીસ્ટિકસ અને સંચાલનના એકંદર ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા. જીસીએમએમએફ સભ્ય સંઘો ધ્વારા પણ આ સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂા.૪૫ થી ૫.૫૦ નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષની કિંમત કરતા ૬ % થી વધારે છે.
અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો ધ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.