રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
જ્યારથી કોરોના મહામારીના કારણે લોકડાઉન હોય કે કર્ફ્યુ હોય અથવા તો માસ્ક ના પહેરવાનો મુદ્દો હોય ત્યાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘણા સંઘર્ષ અને ઘણા વિવાદો થયા. પોલીસ કે જે ખરેખર જનતાની રક્ષક છે, તેને લોકો ભક્ષક કહેવા મજબુર બની ગયા. કારણ કે સરકાર અથવા સુપ્રીમકોર્ટની કોરોના મહામારીને લઈને જે ગાઈડલાઇન્સ બહાર પડે તો તેનો પાલન પોલીસથી કરાવવામાં આવે છે.લોકોની જાન માલ સુરક્ષાની જવાબદારી પોલીસ રાતદિવસ એક કરી પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવે છે. તેમ છતાં અમુક બાબતોને લઈ જેમકે હાલ પોલીસ પબ્લિક પાસેથી માસ્ક ન પહેરવા બાબતે 1000 રૂપિયાનો દંડ વસુલી રહી છે. જેના લીધે પોલીસ અને પબ્લિક વચ્ચે શાબ્દિક બોલાચાલી અથવા અમુક ઘર્ષણ માતો વાત મારામારી સુધી પહોંચી જાય છે. જેના જીવંત દાખલા આપણે સૌ કોઈએ હાલમાંજ જોયા છે. આ કારણે પબ્લિક વચ્ચે પોલીસની છવિ ખરડાઈ છે.
પરંતુ વાત કરીયે અમદાવાદની તો 25/1/2021 ના રોજ સાંજે 7 વાગે મણિનગર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા એલઆરડી જવાન હિરેનસિંહ ગોહિલ અને હોમગાર્ડ જવાન તુષાર રઘુવંશી પીસીઆર વાનમા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.પેટ્રોલિંગ દરમ્યાન રાઉન્ડ મારતા પીસીઆર વાન એલજી પોલીસ ચોકી પાસેથી પસાર થઈ ત્યારે એલઆરડી જવાન હિરેનસિંહ ગોહિલની નજર પોલીસ ચોકીથી થોડેક આગળ એક આઠથી દસ વર્ષના બાળક ઉપર પડી હતી. રોડ પાસેની દીવાલને અડીને ઉભેલો બાળક રડતો હતો અને તેની સાથે કે તેની આસપાસ કોઈ દેખાતું ન હતું. પોલીસને કઈ અજુગતું લાગતા તેમણે પીસીઆર વાનને ઉભી રાખી દીધી હતી. અને ત્યાં રડતા બાળક પાસે જઈને બંને પોલીસકર્મીઓએ પહેલા બાળકને પાણી પીવડાવ્યો અને તેને શાંત કર્યો હતો. ત્યારબાદ બાળક થી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ બાબા કહ્યું અને તેની માતાનું નામ સલમા જણાવ્યું હતું. પોલીસ દ્વારા બાળકને પૂછ્યું કે તુ અહીંયા કેમ આવ્યો છે ને સુ કામ રડે છે. ત્યારે બાળકે પોલીસને કહ્યું કે હુ વટવા વિસ્તારનાં હિન્દુસ્તાન ચારમાળીયા રહુ છું અને હુ મુસ્લિમ છું, મને બે અજાણ્યા લોકો ત્યાંથી લઈ આવ્યા હતા અને મને અહીંયા મૂકીને ક્યાંક જતા રહ્યા છે. બાળક ફરી થી રડવા લાગ્યો અને પોલીસકર્મિયો સામે કગરવા લાગ્યો કે મુજહૈ મેરે અબ્બા ઔર અમ્મી કે પાસ જાના હે.
મણિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વટવા થી સવારે ખોવાયેલ બાળક પોલીસને મળી આવતા એલઆરડી અને હોમગાર્ડ પોલીસે તાત્કાલિક કંટ્રોલ મેસેજ કરી મળી આવેલ બાબા નામના મુસ્લિમ બાળકની જાણ કરી હતી. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી એલઆરડી હિરેનસિંહ અને હોમગાર્ડ જવાન તુષાર રઘુવંશી બાળકને લઈ વટવા વિસ્તારમાં આવેલ સદભાવના પોલીસ ચોકીએ પહોંચી ગયા હતા. તેમજ ત્યાંના સ્થાનિક પોલીસને સાથે રાખી બાળક બાબાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા, કારણ કે બાળક બાબા સવારથી ગુમ હતો અને તેના ઘરવાળાઓ સવારથીજ તેની શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ મણિનગર પોલીસ બાળકને સુરક્ષિત ઘરે પહોંચાડી જતા બાળકની માતા અને તેમની ખાલા અને આખો પરીવાર બાળકને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
બાબાને વટવા તેના ઘરે જે પોલીસકર્મીઓ મુકવા ગયા હતા તે પોલીસકર્મીઓ પણ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ ભાવુક થઈ ગયા હતા. તો બીજીતરફ ગુમ થયેલો બાળક માતાને પાછો મળી જતા માતા સલમા કે જે મુસ્લિમ છે તેમણે બંને પોલીસકર્મીઓનો ખુબ આભાર માન્યો અને છેલ્લે કહ્યું કે ભાઈ અલ્લાહ આપ દોનો કો હંમેશા ખુશ રખેગા યે બહેન કી દિલસે દુઆ હે.
આથી કહી શકાય કે પોલીસ કોઈ ધર્મ કે જાતિ માટે ફરજ નથી નિભાવતી, પોલીસ ફરજ નિભાવે છે નાગરિકોની સુરક્ષા માટે.મણિનગરના એલઆરડી જવાન હિરેનસિંહ અને હોમગાર્ડ તુષાર રઘુવંશીને પ્રશંસનિય કામગીરી બદલ ખુબ ખુબ અભિનંદન કે જેમણે ગુમ થયેલા બાળકને તેમના માતાપિતા પાસે સુરક્ષિત પહોંચાડી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યો છે. તેથીજ કહેવાય છે કે પોલીસ પ્રજાની રક્ષક છે.
Views 🔥