IPS સફીન હસન પહોંચ્યા માં અંબાના દ્વાર! અંબાજી દર્શન કર્યા  અને રક્ષા કવચ બંધાવ્યું

IPS સફીન હસન પહોંચ્યા માં અંબાના દ્વાર! અંબાજી દર્શન કર્યા  અને રક્ષા કવચ બંધાવ્યું

0 0
Spread the love

Read Time:2 Minute, 17 Second

અંબાજી: દેશના સૌથી નાની વયના આઈપીએસ સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને દેશના વિકાસની વાત કરીહતી

  જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી મંદિર.દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઇપી લોકો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં   ગુજરાતના બનાસકાંઠાના કાણોદરના પુત્ર અને દેશના સૌથી પ્રથમ નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

IPS સફીન હસન પહોંચ્યા માં અંબાના દ્વાર! અંબાજી દર્શન કર્યા  અને રક્ષા કવચ બંધાવ્યું

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી,ત્યારબાદ તેમને માતાજીની ગાદીના દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમને જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારુ ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છુ અને મને નવી ઊર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મે માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે. સફીન હસન  અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે અગાઉ માતાજીના દર્શન કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

More From Author

કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ, સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો વધી

કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ, સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો વધી

જાણો! દેહવેપાર કરતી વાડિયાની 60 મહિલાઓનો સંકલ્પ

જાણો! દેહવેપાર કરતી વાડિયાની 60 મહિલાઓનો સંકલ્પ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.