કોર્પોરેશનના સફાઈ કર્મચારીની છાતી ગદગદ ફૂલી! દીકરીએ ઇતિહાસ વિષય પર પીએચડી કર્યું

મનપાની હોસ્પિટલના સફાઈકર્મીની પુત્રીએ ઈતિહાસ વિષય ઉપર પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી
– કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના સફાઈકર્મીની દિકરીની મહેનત રંગ લાવી
– ગુજરાતના ઈતિહાસ લેખન ક્ષેત્રે ડૉ.હરીપ્રસાદ શાસ્ત્રી અને ડૉ.ભારતીબેન શેલતનું પ્રદાન હેઠળ ડૉક્ટરેટ પ્રાપ્ત કરતાં પરિવારમાં ખુશી
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને મનપા સંચાલિત હોસ્પિટલમાં સફાઈકર્મીની છાતી આજે ગદગદ ફૂલી ગઈ છે. જાણીને આપ સૌ અચંબિત થશો કે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. ગીરીશભાઈ વાઘેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સફાઈ કર્મચારી તરીકે આશરે ૩૦ વર્ષથી ફરજ બજાવતા પિતાની પુત્રીએ ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગમાંથી પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરીને પરીવાર,કોલેજ અને સમાજનું નામ રોશન કર્યું હતું.
અમદાવાદ શહેરની સામાન્ય હોસ્પિટલના સફાઈકર્મીની પુત્રી હેતલ ગીરીશભાઈ વાઘેલાએ ગુજરાતનાઈ ઈતિહાસ લેખન ક્ષેત્રે ડૉ.હરીપ્રસાદ શાસ્ત્રી અને ડૉ.ભારતીબેન શેલતનું પ્રદાન વિષય ઉપર સરકારી વિનયન કોલેજ,ગાંધીનગરના પ્રોફેસર ડૉ.જનક ગઢવીના માર્ગદર્શન હેઠળ ર૮ માર્ચ ર૦ર૩ના રોજ પીએચડીની પદવી પ્રાપ્ત કરીને તેણીએ ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃતિવિદ્યાના પ્રસિધ્ધ વિદ્વાન,અભિલેખવિદ્ અને મહામહોપાધ્યાયના લેખનનું વિવરણ કર્યું હતું.આ ઉપરાંત લિપિવિદ્યા,કાળગણના ક્ષેત્રનું પણ વિવરણ કરીને આગામી પેઢી માટે ખુબજ ઉપયોગી સંશોધન કર્યું હતું.