કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગરૂકતા આવી છે તો બીજીબાજુ પોતાની લાઈફસ્ટાઈલને લઈ દેખાવ, કપડાં, હરવા ફરવાની સાથે સ્વસ્થ માટે લોકો ખર્ચ કરી રહ્યાં છે. તો બીજીબાજુ ઉતાવળે શારીરિક સ્વસ્થતા અને સૌષ્ઠવ મેળવવા જતાં શરીરમાં ખૂબ અગત્યની કરોડરજ્જુ (સ્પાઈન) અને તેની તકલીફો થઈ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત કરોડરજ્જુ ને લગતી તકલીફો અંગે સચોટ નિદાન અને ઈલાજ બાબતે હજુપણ લોકોમાં કેટલીક ગેરમાન્યતા ઓ જોવા મળે છે.
આ બાબતો જાણવા માટે
ઓર્ચીડ આઈ સી યુ એન્ડ હોસ્પિટલના સ્પાઈન એન્ડોસ્કોપીસ્ટ ડો અગમ ગાર્ગીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડરજ્જુની જુદી જુદી તકલીફો અને તેના કારણો અંગે 400 થી વધુ દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 400 જેટલી સ્પાઈન એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડો અગમ ગાર્ગીયા દ્વારા દર્દીઓમાં કરોડરજ્જુ ની જુદી જુદી તકલીફો અને તેના કારણોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણમાં જે તથ્યો સામે આવ્યા છે તે આંખ ઉઘાડે એવા છે. ડો ગાર્ગીયા કહે છે કે, “કરોડરજ્જુની તકલીફો માં સ્લીપ ડિસ્ક (ગાદી ખસી જવી.) એ સૌથી વધુ કોમન છે. વળી આ સમસ્યા થવાના કારણો પણ જુદા જુદા દર્દીઓમાં અલગ જોવા મળ્યાં છે. આમ સ્લીપ ડિસ્કમાં દર્દીની તકલીફ પ્રમાણે તેની ટ્રીટમેન્ટ પણ જુદી જુદી હોય છે.”
સામાન્ય રીતે અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં કરોડરજ્જુ ની સ્લીપ ડિસ્ક (ગાદી ખસી જવી) ની તકલીફ જોવા મળતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ખાસ કરીને લોકડાઉન બાદ લોકોના બદલાયેલા જીવનધોરણ, વ્યવસાય લાઇફસ્ટાઇલ, વધુ પડતી અને આડેધડ કરાતી કસરત, સાઈકલિંગ, ખાનપાન અને રોજિંદી આદતોને હવે યુવાનોમાં પણ સ્લીપ ડિસ્કની તકલીફ થઈ હોવાના કેસ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે ખાસ કરીને સ્લીપ ડિસ્કની તકલીફ માં પ્રાથમિક થી માંડી ગંભીર દુઃખાવા ના તબક્કે પણ ઘણાં દર્દીઓ યોગ્ય સારવાર ને બદલે સામાન્ય કસરત અને ફિઝિયોથેરાપી ને વળગેલા રહ્યા હતા. જેના કારણે દર્દીઓએ લાંબો સમય હેરાનગતિ નો સામનો કરવી પડયો હોવાનું પણ જોવા મળ્યું છે.
સ્પાઈન એન્ડોસ્કોપીસ્ટ ડો ગાર્ગીયા ઉમેરે છે કે, “સ્લીપ ડિસ્કની તકલીફ માં કસરત કે ફિઝિયોથેરાપી માત્ર પ્રાથમિક તબક્કે રાહત આપે છે. પરંતુ જો ગાદી ખસી જ ગઈ હોય કે ફાટીને બહાર આવી ગઈ હોય તેવા સંજોગોમાં યોગ્ય સર્જરી દ્વારા આ તકલીફ નો કાયમી ઈલાજ કરી શકાય છે. હાલમાં સ્પાઈન સર્જરીમાં ઓપન સર્જરી, માઈક્રો સર્જરી અને સ્પાઈન એન્ડસ્કોપી સર્જરીથી કરોડરજ્જુના જુદાં જુદાં ઓપરેશનો થાય છે. તેમાં પણ સ્પાઈન એન્ડસ્કોપી સર્જરી દર્દીઓ વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે અન્ય સર્જરી ની સરખામણી માં એન્ડોસ્કોપી માં દર્દીને બેભાન કર્યા વગર પીઠમાં માત્ર એક સેન્ટીમિટર જેટલું કાણું કરીને સર્જરી કરી દેવામાં આવે છે. અન્ય સર્જરીની માફક વધુ વાઢકાપ ન હોવાથી દર્દીને એક જ દિવસના હોસ્પિટલાઇઝેશન બાદ રજા આપી દેવામાં આવે છે. અને બે થી ત્રણ દિવસમાં દર્દી પોતાની રૂટિન અને નોર્મલ લાઈફ જીવી શકે છે જ્યારે અન્ય સર્જરીમાં દર્દીને 4.5 દિવસથી માંડી એક અઠવાડિયા થી વધુ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.
હાલના અભ્યાસ અનુસાર સ્લીપ ડિસ્ક ના કારણો
* બિનજરૂરી વધુ એકસરસાઈઝ કરવાથી, વેઇટ લીફટિંગ, સાઈકલિંગ, બોડી બિલ્ડીંગ, પડી જવાથી, અકસ્માત ને કારણે.
* વધુ પડતું વાહન ચલાવવું, ઓવર વેઇટ હોવું, સ્લીપ ડિસ્કમાં પ્રાથમિક તબક્કે યોગ્ય નિદાનના અભાવે તકલીફ ગંભીર બનવી.
* વધુ પડતું રનિંગ, સ્કેટિંગ કે જમ્પ લગાવવાથી, ઉઠવા બેસવાની ખરાબ આદત. ખરાબ રોડ રસ્તા ઉપર વાહન ચલાવવા થી. સતત ટુ વહીલર ચલાવવાથી.
સ્પાયીન એન્ડોસ્કોપી ના ફાયદા.
દર્દીને બેહોશ કરવો પડતો નથી પરિણામે બ્લડ પ્રેશર કે હૃદય ના દર્દીઓને પણ સરળતાથી સર્જરી કરી શકાય છે.
સ્પાઈન એન્ડોસ્કોપી માટે દર્દી ની પીઠમાં માત્ર એક સે.મી નું કાણું કરી દૂરબીન વડે એક થી બે જ કલાકમાં સર્જરી કરી શકાય છે.
આ સર્જરીમાં દર્દીની વાઢકાપ કરવી પડતી નથી. પરિણામે દર્દીને 24 કલાકમાં જ હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવે છે.
દર્દી સર્જરી કાર્યના ત્રણ દિવસમાં જ પોતાની નોર્મલ અને રૂટિન લાઈફ જીવી શકે છે.