પ્રાચીન મંદિરની આડમાં દારૂનો ધંધો
હિન્દૂ ધાર્મિક સંગઠનોએ પાડ્યો દરોડો
બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદએ દારૂ પકડ્યો
અમદાવાદ: રાજયમાં ભલે નશાબંધીની વાતો થતી હોય. પણ હવે ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળો ઉપર રહી ગઈ છે. તેનો તાજો મામલો અમદાવાદ શહેરમાં બહાર આવ્યો છે. રાજ્યની ઓળખ અને શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પાસે સરેઆમ દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. પ્રાચીન શિવ મંદિર અને રામજી મંદિરની આડમાં થતો હતો દારૂનો ધંધો.
શિવરાત્રીના દિવસે સાબરમતી રિવરફ્રન્ટ એલિસબ્રિજ પાસે આવેલા પ્રાચીન શિવ મંદિર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ભગવાન શિવની પૂજા કરવા ગયા હતા. પરંતુ મંદિરની દ્રશ્યો જોઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અચંબિત થઇ ગયા. જ્યાં સરેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો હતો.
દ્રશ્ય જોતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વિફર્યા અને તાત્કાલિક અસરથી રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી. દારૂનો ધંધો કરતા રમીલાબેન, ભગી અને ધમુ ને પકડીને પોલીસના હવાલે કર્યા.
Views 🔥