ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ ને પણ થઈ કોરોનાની અસર, 30 મિનિટ સુધી ભારત સહીત દુનિયાના ઘણા દેશોમાં સર્વિસ ડાઉન!
રીતેશ પરમાર
ભારતીય સમય રાત્રીના 10:55 ના સમયે એકાએક વૉટ્સએપ, ફેસબુક, અને ઇન્સ્ટાગ્રામની સેવાઓને પણ જાણે કોરોનાની અસર થઈ હોય તેમ અચાનક સેવાઓ ઠપ થઈ ગઈ હતી. મોબાઈલ વપરાશ કર્તા વિચારમાં પડી જતા કઈ સમજી શક્યા ન હતા. અચાનકજ આ ત્રણ એપ્લિકેશનની સર્વિસ ડાઉન થઈ જતા લોકો પોતાના મોબાઈલ નેટ ચેક કરવા લાગ્યા હતા. તો કોઈ ટાવરની સમસ્યાને લઈને કદાચ આવું થયું હોય તેવું સમજી રહ્યા હતા.
પરંતુ લગભગ અડધા કલાક જેટલાં સમય બાદ વૉટ્સએપ, ફેસબુક, અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ પુન શરૂ થઈ જતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. સોશ્યલ મીડિયાની આ ત્રણેય એપ્લિકેશનનો ઉપયોગ ભારતમાં સૌથી વધારે કરવામાં આવે છે. અને એકાએક સર્વિસ ડાઉન થઈ જતા લોકો અચરજમાં મુકાયા હતા.કહેવાઈ રહ્યું છે કે આવુ સર્વર ડાઉન થાય ત્યારે બની શકે છે.